કન્ટેન્ટ પર જાઓ
Google Play Games
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો.
Google Play Games

મોબાઇલ અને PC પર વિક્ષેપરહિત ગેમિંગ

તમારી ગેમ શોધો

મોબાઇલ અને PC પર 2,00,000થી વધુ ગેમના વૈશ્વિક સ્તરના કૅટલૉગ વિશે શોધખોળ કરો અને તમારા માટે યોગ્ય ગેમ શોધો

રિવૉર્ડ એકત્રિત કરો

Google Play Points મેળવો1 જેનો ઉપયોગ તમે ગેમની ખરીદીઓ કરવા માટે કરી શકો છો અને Pointsના કોઈ સભ્ય તરીકે વિશિષ્ટ લાભ મેળવી શકો છો

ગેમની અપડેટ મેળવો

તમારી મનપસંદ ગેમ અને ગેમિંગ સંબંધિત તમારી પોતાની સિદ્ધિઓ વિશેની અપડેટ આ બધું જ એક સુવિધાજનક 'તમે' ટૅબ2માં છે

ચાલુ રાખ્યા પછી, તમને Google Play Games on PC માટે એક ઇમેઇલ મળશે
વધુ જાણવા માટે સ્ક્રોલ કરો

તમારા બધા ડિવાઇસ પર સરળતાથી રમો

તમારી ગેમની લાઇબ્રેરી અને પ્રગતિને સિંક કરો3, જેથી તમે જ્યાંથી છોડ્યું હોય ત્યાંથી શરુ કરી શકો — પછી ભલે તમે તમારા ફોન પર મુસાફરીમાં રમી રહ્યાં હો કે પછી PC પર કોઈ વધુ મોટી સ્ક્રીન અને બહેતર નિયંત્રણોનો આનંદ માણી રહ્યાં હો.

તમારા માટે યોગ્ય હોય તેવી ગેમ શોધો

મોબાઇલ અને PC પર 200,000થી વધુ ગેમ સાથે, Google Play Games પર દરેક માટે એક ગેમ છે. દરેક ગેમ વિશે સુઝાવો અને મહત્ત્વપૂર્ણ માહિતી મેળવો, જેથી તમને ખબર પડે કે તમને આગળ કઈ ગેમ ગમશે. મોબાઇલ અને PC પર ઉપલબ્ધ ગેમ જુઓ.

Play Points પ્રોગ્રામમાં ઑફર
Play Points
ઇનામો અને રિવૉર્ડ
સિક્કા
બૅજ

ગેમ રમીને રિવૉર્ડ મેળવો

Google Play Points, Google Playના રિવૉર્ડ પ્રોગ્રામ વડે આગલા લેવલના રિવૉર્ડ અનલૉક કરો, જ્યાં તમે ડિસ્કાઉન્ટ અને ગેમમાંની આઇટમ માટે ઉપયોગ કરવા પૉઇન્ટ અને રિવૉર્ડ મેળવી શકો છો. તમે જેટલા વધુ Play Points મેળવશો, તેટલા જ વધુ આકર્ષક રિવૉર્ડ, લાભ અને નાણાંથી ખરીદી ન શકાય તેવા અનુભવો તમે અનલૉક કરશો. હમણાં જ જોડાઓ1.

સ્ટ્રીક
ડિસ્કાઉન્ટ
ગેમ
સિદ્ધિઓ

ગેમિંગ સંબંધિત વ્યવસ્થિત માહિતી

તમારી ગેમર પ્રોફાઇલ 'તમે' ટૅબની મધ્યમાં હોય છે. મોબાઇલ પરના પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરીને તમે કોઈપણ સમયે 'તમે' ટૅબમાંથી ગેમર પ્રોફાઇલ પર સરળતાથી ટ્રાન્ઝિશન કરી શકો છો. મોબાઇલ અને PC પર એક જ પ્રોફાઇલ વડે, તમે તમારી ગેમમાંના તમારા આંકડા, સ્ટ્રીક, પ્રગતિ અને સિદ્ધિઓને સરળતાથી ટ્રૅક કરી શકો છો. અહીં દરેક સિદ્ધિ, દરેક જીતની ઉજવણી કરવામાં આવે છે.

ગેમ રમતી વખતે માહિતગાર રહો

Gemini Live સાથે Play Games સાઇડકિક એ નવો ગેમિંગ સાથી છે, જે તમને તમારી ગેમ છોડ્યા વિના તમારા આંકડા, સિદ્ધિઓ અને ટિપનો સરળ ઍક્સેસ આપે છે. રમતી વખતે તમે Gemini Live પાસેથી રિઅલ-ટાઇમમાં વાતચીતાત્મક માર્ગદર્શન પણ મેળવી શકો છો. સાઇડકિક માત્ર Play પરથી ડાઉનલોડ કરેલી ગેમ રમતી વખતે જ ઉપલબ્ધ હોય છે અને આ સુવિધા ટૂંક સમયમાં મોબાઇલ પર આવી રહી છે.

Google વડે તમારા પ્લેને સુરક્ષિત કરો

Googleની સુરક્ષા અને સંરક્ષણ વડે, મોબાઇલ અને PC પર આત્મવિશ્વાસથી રમો. તમારા ડેટા અને ડિવાઇસને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે, અમે ઑફર કરીએ છીએ તે દરેક ગેમ પર Google Play 10,000થી વધુ સલામતી માટે તપાસો કરે છે.

સામાન્ય પ્રશ્નો

Google Play Games ક્રૉસ-ડિવાઇસ ગેમપ્લેને વધુ વિક્ષેપરહિત બનાવીને મોબાઇલ, ટૅબ્લેટ અને PC પર ગેમિંગના અનુભવને બહેતર બનાવે છે. આ અનુભવમાં મોબાઇલ અને PC માટે એક ગેમિંગ પ્રોફાઇલ, બધા ડિવાઇસ પર રમવાયોગ્ય ગેમનો મોટો કૅટલૉગ, ગેમ રમતી વખતે તમે કમાઈ શકો તેવા રિવૉર્ડ, ગોઠવેલી તમારી ગેમિંગ માહિતી અને ગેમિંગ સાથી Gemini Live સાથે Play Games સાઇડકિક શામેલ છે, જે તમને તમારી ગેમ છોડ્યા વિના માહિતીનો સરળ ઍક્સેસ આપે છે. તમે ટૅબ અને સાઇડકિક પહેલાં મોબાઇલ પર લૉન્ચ થઈ રહ્યાં છે.
મોબાઇલ પર શરૂ કરવા માટે:
  1. Android પર Google Play Store ઍપ ખોલો
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો
  3. “Google Play Gamesમાં જોડાઓ” પર ટૅપ કરો
  4. ગેમર પ્રોફાઇલ બનાવવા માટે પગલાં અનુસરો.

તમે તમારા PC મારફતે પણ Google Play Gamesમાં જોડાઈ શકો છો:
  1. તમારા Windows ડેસ્કટૉપ કે લૅપટૉપ પર Google Play Games ડાઉનલોડ કરો
  2. .exe ફાઇલ ખોલો અને ઑન-સ્ક્રીન સૂચનાઓ અનુસરો
  3. Google Play Games on PC મારફતે તમારા એકાઉન્ટનું સેટઅપ કરવાથી તમારી Google Play Games પ્રોફાઇલનું ઑટોમૅટિક રીતે સેટઅપ થઈ જાય છે. તમે તૈયાર છો.

વધારાની માહિતી માટે, અમારા મદદ કેન્દ્ર પરના લેખ જુઓ. Google Play Games on PC 140થી વધુ પ્રદેશોમાં ઉપલબ્ધ છે. આ પ્રદેશોમાં યોગ્ય ડિવાઇસ ધરાવતી કોઈપણ વ્યક્તિ PC પર રમી શકે છે.
હા. Android મોબાઇલ ડિવાઇસ વિના પણ, તમે તમારા Windows PC ડિવાઇસ પર Google Play Gamesનો અનુભવ કરી શકો છો. iOS મોબાઇલ ડિવાઇસ પર ઉપલબ્ધ ઘણી ગેમ Google Play Games on PC પર પણ રમવાયોગ્ય છે.
તમે દરેક Google એકાઉન્ટ માટે માત્ર એક જ ગેમર પ્રોફાઇલનું સેટઅપ કરી શકો છો. જો તમારી પાસે એકથી વધુ Google એકાઉન્ટ હોય, તો તમે એકથી વધુ ગેમર પ્રોફાઇલ બનાવી શકો છો.
ના, તમારે મોબાઇલ કે PC પર Google Play Gamesનો ઉપયોગ કરવા માટે ચુકવણી કરવાની જરૂર નથી. જોકે, ગેમ રમતી વખતે, તમારે ગેમ અથવા ગેમમાંની આઇટમ માટે ચુકવણી કરવાની જરૂર પડી શકે છે.
અમારી પાસે વિવિધ ડિવાઇસ માટે ગેમની વિશાળ પસંદગી છે. મોબાઇલ અને PC પર શું ઉપલબ્ધ છે તે વિશે શોધખોળ કરો.
તમારા Android મોબાઇલ ડિવાઇસ પર ગેમ ઇન્સ્ટૉલ કરવા માટે, Google Play Store ખોલો, ગેમ શોધો અને “ઇન્સ્ટૉલ કરો” પર ટૅપ કરો. PC પર ગેમ ઇન્સ્ટૉલ કરવા માટે, તમારા PC પર Google Play Gamesનું સેટઅપ કર્યા પછી, ગેમ શોધો અને “ઇન્સ્ટૉલ કરો” પર ક્લિક કરો.
જો તમે Google Play Gamesમાં નહીં જોડાઓ, તો તમને તમારા Android મોબાઇલ ડિવાઇસ પર 'તમે' ટૅબ અથવા Play Games સાઇડકિક જેવી અમુક ચોક્કસ સુવિધાઓનો ઍક્સેસ મળશે નહીં.
તમારી Play Games પ્રોફાઇલ કેવી રીતે ડિલીટ કરવી તે અહીં જાણો.
એ જરૂરી છે કે તમારું PC આ ન્યૂનતમ આવશ્યકતાઓ પૂર્ણ કરે:
  • Windows 10 (v2004)
  • 10 GBની ઉપલબ્ધ સ્ટોરેજ સ્પેસવાળી સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD)
  • IntelⓇ UHD Graphics 630 GPU અથવા તેના જેવું
  • 4 ફિઝિકલ કોરનું CPU
  • 8 GB RAM
  • Windowsનું ઍડમિન એકાઉન્ટ
  • હાર્ડવેર વર્ચ્યુલાઇઝેશનની સુવિધા ચાલુ હોવી જરૂરી છે

Google Play Games

ઍક્શનમાં જોડાઓ

ચાલુ રાખ્યા પછી, તમને Google Play Games on PC માટે એક ઇમેઇલ મળશે