Google ડ્રાઇવની સેવાની શરતો

છેલ્લા ફેરફાર 10 ડિસેમ્બર, 2018 ના રોજ કર્યા લાગુ થવાની તારીખ: 22 જાન્યુઆરી, 2019

1. પરિચય

Google ડ્રાઇવનો ઉપયોગ કરવા બદલ આભાર. Google ડ્રાઇવ એ 1600 Amphitheatre Parkway, Mountain View California 94043, USA સ્થિત Google LLC (“Google”, “અમે” અથવા “અમારા”) દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા છે. જો તમે યુરોપિયન ઇકોનોમિક એરિયા અથવા સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેતા હો, તો Google ડ્રાઇવની સેવા Google આયર્લેન્ડ લિમિટેડ (“Google”, “અમે” અથવા “અમારા”) દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા છે, એક એવી કંપની જે આયર્લેન્ડના કાયદા (રજિસ્ટર નંબર: 368047) હેઠળ સંસ્થાપિત અને કાર્યરત છે તેમજ તેનું સરનામું આ મુજબ છે Gordon House, Barrow Street, Dublin 4, Ireland. Google ડ્રાઇવની આ સેવાની શરતો હેઠળ (જેનો અમે “શરતો” તરીકે સંદર્ભ આપીએ છીએ તેમાં) તમારો Google ડ્રાઇવનો ઉપયોગ અને ઍક્સેસ તેમજ Google ડ્રાઇવમાંનું તમારું કન્ટેન્ટ આવરી લેવામાં આવ્યું છે. અમે તમારી માહિતી કેવી રીતે એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે અમારી પ્રાઇવસી પોલિસી સ્પષ્ટ કરે છે, જ્યારે કે અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે ઉભી થતી જવાબદારીઓની રૂપરેખા પ્રોગ્રામ પોલિસી જણાવે છે.

Google ડ્રાઇવના તમારા ઉપયોગ માટે જરૂરી છે કે તમે શરતો સાથે સંમત થાઓ. કૃપા કરીને તેમને કાળજીપૂર્વક વાંચો. જો તમે શરતો સમજી શકતા નથી, અથવા તેમાંના કોઈ ભાગને સ્વીકારતા નથી, તો તમારે Google ડ્રાઇવનો ઉપયોગ ન કરવો જોઈએ.

2. Google ડ્રાઇવનો તમારો ઉપયોગ

વય મર્યાદા. Google ડ્રાઇવનો ઉપયોગ કરવા માટે તમારી વય 13 વર્ષની અથવા તેથી વધુ હોવી જરૂરી છે. જો તમારી વય 13 વર્ષની અથવા તેથી વધુ પણ 18 વર્ષ કરતાં ઓછી હોય, તો Google ડ્રાઇવનો ઉપયોગ કરવા માટે તથા શરતોનો સ્વીકાર કરવા માટે તમારી પાસે તમારા માતા-પિતાની અથવા કાનૂની વાલીની પરવાનગી હોવી જરૂરી છે.

વ્યક્તિગત ઉપયોગ. આ શરતો સ્વીકારીને, તમે Google ડ્રાઇવનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે ન કરવા સાથે સંમત થાઓ છો; તમે ડ્રાઇવ સેવાનો ઉપયોગ માત્ર વ્યક્તિગત બિન-વ્યાવસાયિક હેતુઓ માટે જ કરવો જરૂરી છે. અમે ભલામણ કરીએ છીએ કે વ્યવસાયો GSuite નો ઉપયોગ કરે.

તમારું Google એકાઉન્ટ. Google ડ્રાઇવનો ઉપયોગ કરવા માટે તમારું Google એકાઉન્ટ હોવું જરૂરી છે. તમારું Google એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે તમારો પાસવર્ડ ગોપનીય રાખો. તમારા Google એકાઉન્ટમાં તથા તેના દ્વારા થતી પ્રવૃત્તિ માટે તમે જવાબદાર છો. તૃતીય-પક્ષોની ઍપ્લિકેશનોમાં તમારા Google એકાઉન્ટના પાસવર્ડનો ફરીથી ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરશો. જો તમને તમારા પાસવર્ડ અથવા Google એકાઉન્ટના કોઈ પણ અનધિકૃત ઉપયોગ વિશે જાણ થાય, તો આ સૂચનાઓને અનુસરો.

તમારી વર્તણૂક. Google ડ્રાઇવનો દુરૂપયોગ ન કરશો. નિર્યાત તથા પુનઃનિર્યાત નિયંત્રણના લાગુ થતા કાયદા તથા નિયમો સહિત, કાયદા દ્વારા પરવાનગી આપવામાં આવી હોય તે મુજબ જ તમે Google ડ્રાઇવનો ઉપયોગ કરશો. Google ડ્રાઇવમાં સંગ્રહિત તમારી વર્તણૂક તથા તમારા કન્ટેન્ટ માટે તમે જવાબદાર છો અને તમારે અમારી પ્રોગ્રામ નીતિઓ નું પાલન કરવું જરૂરી છે. શરતો તથા અમારી પ્રોગ્રામ નીતિઓ ના પાલન માટે અમે Google ડ્રાઇવમાંની તમારી વર્તણૂક તથા કન્ટેન્ટની સમીક્ષા કરી શકીએ છીએ.

Google ડ્રાઇવ મોબાઇલ ઉપકરણો પર ઉપલબ્ધ છે. તમારું ધ્યાનભંગ કરે અને તમને ટ્રાફિક અથવા સુરક્ષાના કાયદાનું પાલન કરવાથી અટકાવે તે રીતે Google ડ્રાઇવનો ઉપયોગ ન કરશો.

તમારું કન્ટેન્ટ. Google ડ્રાઇવ તમને કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સંગ્રહ કરવાની, મોકલવાની તથા પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. તમે તે કન્ટેન્ટમાં જે કોઈ બૌદ્ધિક સંપદા હકો ધરાવો છો તેની માલિકી તમારી રહેશે. ટૂંકમાં, જે તમારું છે તે તમારું જ રહેશે.

જ્યારે તમે Google ડ્રાઇવ પર અથવા તેના થકી કન્ટેન્ટ અપલોડ, સબમિટ, તેનો સંગ્રહ કરશો, મોકલશો અથવા પ્રાપ્ત કરશો, ત્યારે તમે Googleને વર્ણનાત્મક કાર્યો (જેમ કે અનુવાદ, રૂપાંતરણ અથવા અમારી સેવાઓ વડે તમારું કન્ટેન્ટ વધુ અસરકારક બને તે માટે અમે કરીએ છીએ તે ફેરફારોમાંથી પરિણમતા કાર્યો)નો ઉપયોગ કરવા, હોસ્ટ કરવા, સંગ્રહ કરવા, પુનઃઉત્પાદન કરવા, ફેરફાર કરવા, બનાવવા માટે, આવા કન્ટેન્ટનો સંચાર કરવા, પ્રકાશન કરવા, જાહેરમાં પ્રસ્તુત કરવા, જાહેરમાં પ્રદર્શિત કરવા અને વિતરણ કરવા માટે વૈશ્વિક લાઇસન્સ આપો છો. આ લાઇસન્સમાં તમે આપેલા હકો અમારી સેવાઓના સંચાલનના, પ્રચારના, બહેતર બનાવવાના તથા નવી સેવાઓનો વિકાસ કરવાના મર્યાદિત હેતુ માટે છે. તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશો, તો પણ આ લાઇસન્સ ચાલુ રહેશે, સિવાય કે તમે તમારું કન્ટેન્ટ ડિલીટ કરો. તમે Google ડ્રાઇવ પર સબમિટ કરો તે કોઈ પણ કન્ટેન્ટ માટે અમને આ લાઇસન્સ આપવાના આવશ્યક હકો તમે ધરાવો છો તેની ખાતરી કરો.

Google ડ્રાઇવમાંની શેરિંગ સેટિંગ્સને કારણે, તમને અન્ય લોકો Google ડ્રાઇવમાંના તમારા કન્ટેન્ટનું શું કરી શકે તેનું નિયંત્રણ કરવાની મંજૂરી મળે છે. ડિફૉલ્ટ તરીકે તમે Google ડ્રાઇવમાં જે કોઈ કન્ટેન્ટ બનાવો અથવા અપલોડ કરો તે બધાના તમે નિયંત્રક છો. તમે તમારું કન્ટેન્ટ શેર કરી શકો છો અને તમારા કન્ટેન્ટનું નિયંત્રણ અન્ય વપરાશકર્તાઓને હસ્તાંતરિત કરી શકો છો.

અમારી આપમેળે ચાલતી સિસ્ટમ તમને કસ્ટમાઇઝ કરેલ શોધ પરિણામો અને સ્પામ તથા માલવેરની ઓળખ કરવા જેવી, પ્રોડક્ટોની વ્યક્તિગત રૂપે સુસંગત સુવિધાઓ પ્રદાન કરવા માટે તમારા કન્ટેન્ટનું વિશ્લેષણ કરે છે. આ વિશ્લેષણ કન્ટેન્ટ પ્રાપ્ત, શેર, અપલોડ થયેથી અને જ્યારે તેનો સંગ્રહ કરવામાં આવે ત્યારે થાય છે. Google કેવી રીતે કન્ટેન્ટનો ઉપયોગ તથા સંગ્રહ કરે છે તે વિશેની વધુ માહિતી તમે અમારી ગોપનીયતા નીતિ માં મેળવી શકો છો. જો તમે Google ડ્રાઇવ વિશે પ્રતિસાદ અથવા સૂચનો સબમિટ કરશો, તો તમારા પ્રતિ કોઈ પણ કર્તવ્ય વિના અમે તમારા પ્રતિસાદ અથવા સૂચનોનો ઉપયોગ કરી શકીએ છીએ.

ઘોષણાઓ. Google ડ્રાઇવના તમારા ઉપયોગ સંબંધે, અમે તમને સેવા વિશેની ઘોષણાઓ, વ્યવસ્થાપન સંબંધિત સંદેશા અને અન્ય માહિતી મોકલી શકીએ છીએ. તમે એમાંના કેટલાક સંચાર નાપસંદ કરી શકો છો.

અમારી Google ડ્રાઇવ સેવાઓ. Google ડ્રાઇવનો ઉપયોગ તમને Google ડ્રાઇવમાંના અથવા તમે ઍક્સેસ કરો તે કન્ટેન્ટમાંના કોઈ પણ બૌદ્ધિક સંપદા હકોની માલિકી આપતો નથી. તમે Google ડ્રાઇવમાંના કન્ટેન્ટનો ઉપયોગ નહીં કરી શકો, જો તમે તેના માલિક પાસેથી પરવાનગી ન મેળવી હોય અથવા કાયદા દ્વારા અન્યથા પરવાનગી મેળવી હોય. આ શરતો તમને Google ડ્રાઇવમાં ઉપયોગમાં લેવામાં આવેલ કોઈ પણ બ્રાન્ડિંગ અથવા લોગોનો ઉપયોગ કરવાનો હક આપતી નથી. Google ડ્રાઇવમાં અથવા તેની સાથે પ્રદર્શિત કોઈ પણ કાયદેસર નોટિસ કાઢી ન નાખો, સંતાડો નહીં અથવા તેમાં ફેરફાર ન કરો.

3. ગોપનીયતા સુરક્ષા

Googleની ગોપનીયતા નીતિ જ્યારે તમે Google ડ્રાઇવનો ઉપયોગ કરો ત્યારે અમે તમારા વ્યક્તિગત ડેટાનું શું કરીએ છીએ અને તમારી ગોપનીયતાનું રક્ષણ કેવી રીતે કરીએ છીએ તેનું વર્ણન કરે છે. Google ડ્રાઇવનો ઉપયોગ કરીને, તમે સંમત થાઓ છો કે Google અમારી ગોપનીયતા નીતિઓનું પાલન કરીને આવા ડેટાનો ઉપયોગ કરી શકે છે.

4. કૉપિરાઇટ સુરક્ષા

અમે કૉપિરાઇટના કથિત ઉલ્લંઘનની સૂચનાઓનો પ્રતિભાવ આપીએ છીએ અને U.S. Digital Millennium Copyright Actમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ વારંવાર ઉલ્લંઘન કરનારાના એકાઉન્ટને સમાપ્ત કરીએ છીએ.

અમે કૉપિરાઇટ ધારકોને તેમની બૌદ્ધિક સંપદાને ઑનલાઇન મેનેજ કરવામાં સહાય માટે માહિતી પ્રદાન કરીએ છીએ. જો તમને લાગે કે કોઈ તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તમે અમને સૂચિત કરવા માગતા હો, તો તમે અમારા સહાયતા કેન્દ્રમાં સૂચનાઓ સબમિટ કરવા અને સૂચનાઓને પ્રતિભાવ આપવા વિશેની Googleની નીતિ અંગેની માહિતી મેળવી શકશો.

5. પ્રોગ્રામ નીતિઓ

કન્ટેન્ટ ગેરકાનૂની છે કે નહીં અથવા તે અમારી પ્રોગ્રામ નીતિઓ નું ઉલ્લંઘન કરે છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે, અમે કન્ટેન્ટની સમીક્ષા કરી શકીએ છીએ અને અમારી વાજબી માન્યતા મુજબ અમારી નીતિઓનું અથવા કાયદાનું ઉલ્લંઘન કરતું હોય તેવું કન્ટેન્ટ કાઢી નાખી શકીએ છીએ અથવા તેનું પ્રદર્શન કરવાનું નકારી શકીએ છીએ. પણ તેનો અર્થ અનિવાર્યપણે એ નથી થતો કે અમે કન્ટેન્ટની સમીક્ષા કરીએ છીએ, તેથી કૃપા કરીને એવું ધારી ન લેશો કે અમે કન્ટેન્ટની સમીક્ષા કરીએ જ છીએ.

અમારી સેવાઓમાંના સૉફ્ટવેર વિશે

ક્લાયન્ટ સૉફ્ટવેર. Google ડ્રાઇવમાં ડાઉનલોડ કરી શકાય તેવા ક્લાયન્ટ સૉફ્ટવેર (“સૉફ્ટવેર”)નો સમાવેશ થાય છે. એકવાર નવું વર્ઝન અથવા સુવિધા ઉપલબ્ધ થયેથી આ સૉફ્ટવેર તમારા ઉપકરણમાં આપમેળે અપડેટ થઈ શકે છે. Google તમને Google ડ્રાઇવના ભાગ રૂપે Google દ્વારા પ્રદાન કરવામાં આવેલ સૉફ્ટવેરનો ઉપયોગ કરવા માટે વ્યક્તિગત, વૈશ્વિક, રૉયલ્ટિ-મુક્ત, બિન-સોંપણીયોગ્ય અને સામાન્ય લાઇસન્સ આપે છે. આ લાઇસન્સનો એકમાત્ર હેતુ છે કે તમે Google દ્વારા પ્રદાન કરવામાં આવેલ Google ડ્રાઇવનો, આ શરતોમાં પરવાનગી આપવામાં આવેલી રીત અનુસાર, ઉપયોગ કરો અને ફાયદાનો આનંદ લો. તમે Google ડ્રાઇવ અથવા સમાવિષ્ટ સૉફ્ટવેરના કોઈ પણ ભાગની કૉપિ, તેમાં ફેરફાર, તેનું વિતરણ, વેચાણ નહીં કરો અથવા તેને ભાડે નહીં આપો, તમે એ સૉફ્ટવેરને રિવર્સ એન્જિનિયર નહીં કરો અથવા તેનો સોર્સ કોડ તારવવાનો પ્રયાસ પણ નહીં કરો, સિવાય કે કાયદો એ મર્યાદાઓ પર પ્રતિબંધ મૂકતો હોય અથવા તમારી પાસે અમારી લેખિત પરવાનગી હોય.

ઓપન સોર્સ સૉફ્ટવેર. ઓપન સોર્સ સૉફ્ટવેર અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. Google ડ્રાઇવમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક સૉફ્ટવેરની ઓપન સોર્સ લાઇસન્સ હેઠળ ઑફર થઈ શકે છે, જે અમે તમારા માટે ઉપલબ્ધ કરીશું. ઓપન સોર્સ લાઇસન્સમાં એવી કેટલીક જોગવાઈઓ હોઈ શકે છે, જે આ શરતોમાંની કેટલીક શરતોને સ્પષ્ટ રૂપે ઓવરરાઇડ કરે.

7. Googe ડ્રાઇવમાં ફેરફાર કરવા અને તેની સમાપ્તિ કરવી

Google ડ્રાઇવમાં ફેરફારો. અમે નિરંતર ફેરફારો કરતાં રહીને Google ડ્રાઇવને બહેતર બનાવતાં રહીએ છીએ. અમે કાર્યપ્રદર્શન અથવા સુરક્ષા સંબંધિત સુધારણાઓ કરી શકીએ છીએ, કાર્યો અથવા સુવિધાઓમાં ફેરફાર કરી શકીએ છીએ અથવા કાયદાનું પાલન કરવા માટે અથવા અમારી સિસ્ટમ પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અથવા તેનો દુરૂપયોગ અટકાવવા માટે ફેરફારો કરી શકીએ છીએ. તમે Google ડ્રાઇવ વિશેની માહિતી મેળવવા માટે, અહીં સબસ્ક્રાઇબ કરી શકો છો. અમારી વાજબી માન્યતા અનુસાર, Google ડ્રાઇવમાંના જે સામગ્રી સંબંધિત ફેરફારો તમારા Google ડ્રાઇવના ઉપયોગ પર નકારાત્મક અસર કરશે તેના વિશે અમે સૂચના પ્રદાન કરીશું. છતાં, એવો સમય આવી શકે છે કે જ્યારે અમારે સૂચના આપ્યા વિના Google ડ્રાઇવમાં ફેરફારો કરવા જરૂરી થશે. આ એવી ઘટનાઓ સુધી સીમિત હશે જ્યાં અમારે સેવાની સુરક્ષા તથા સંચાલનક્ષમતા સુનિશ્ચિત કરવા માટે તથા દુરૂપયોગ અટકાવવા માટે પગલાં લેવા જરૂરી હોય અથવા કાનૂની જરૂરિયાતો પૂરી કરવા માટે અમારે પગલું લેવું જરૂરી હોય.

સસ્પેન્શન અને સમાપ્તિ. તમે કોઈ પણ સમયે Google ડ્રાઇવનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો, જો કે એનાથી અમને દુઃખ થશે. જો તમે અમારી શરતોનું અથવા અમારી પ્રોગ્રામ નીતિઓ નું ભૌતિક રીતે અથવા વારંવાર ઉલ્લંઘન કરશો, તો અમે Google ડ્રાઇવ માટે તમને ઍક્સેસ આપવાનું સસ્પેન્ડ અથવા કાયમ માટે બંધ કરી શકીએ છીએ. અમે તમને પહેલાં સૂચના આપીશું કે અમે તમને Google ડ્રાઇવ માટે ઍક્સેસ આપવાનું સસ્પેન્ડ અથવા બંધ કરીએ છીએ. જો કે, જો તમે Google ડ્રાઇવનો ઉપયોગ એ રીતે કરી રહ્યા હો કે જેના કારણે અમે કાનૂની રીતે જવાબદાર બનીએ અથવા Google ડ્રાઇવને ઍક્સેસ કરી શકવાની તથા તેનો ઉપયોગ કરી શકવાની અન્ય વપરાશકર્તાઓની ક્ષમતામાં વિક્ષેપ થાય, તો અમે સૂચના આપ્યા વિના તમને Google ડ્રાઇવ માટે ઍક્સેસ આપવાનું સસ્પેન્ડ અથવા બંધ કરી શકીએ છીએ.

Google ડ્રાઇવની સમાપ્તિ. જો અમે Google ડ્રાઇવ બંધ કરવાનો નિર્ણય લઈશું, તો અમે તમને ઓછામાં ઓછા 60 દિવસ પહેલાં સૂચના આપીશું. સૂચનાના આ સમયગાળા દરમિયાન, તમારી પાસે Google ડ્રાઇવમાંથી તમારી ફાઇલો કાઢી લેવાની તક હશે. 60 દિવસના આ સમયગાળા પછી, તમે તમારી ફાઇલોને ઍક્સેસ નહીં કરી શકો. અમે માનીએ છીએ કે તમે તમારી ફાઇલોના માલિક છો અને આવી ફાઇલો માટે ઍક્સેસ જાળવવી એ મહત્ત્વપૂર્ણ બાબત છે. તમારી ફાઇલો ડાઉનલોડ કરવાની રીત માટેની સૂચનાઓ માટે, કૃપા કરીને અમારા સહાય પેજ ની મુલાકાત લો.

8. અતિરિક્ત સ્ટોરેજની ખરીદી અને ચુકવણીઓ

મફત સ્ટોરેજ. Google તમને (શરતોના તમારા અનુપાલનને આધીન) Googleના ઑનલાઇન સ્ટોરેજના 15 GBનો મફતમાં ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, જેનો ઉપયોગ Google ડ્રાઇવ, Gmail અને Google ફોટો માટે કરી શકાય છે.

વધારાના સ્ટોરેજની ખરીદી. તમે તમને જરૂર પડે તે પ્રમાણે પણ વધારાનો સ્ટોરેજ (“સશુલ્ક સંગ્રહ યોજના”) ખરીદી શકો છો. જ્યારે તમે સશુલ્ક સંગ્રહ યોજનામાં રૂપાંતરિત થશો તે તારીખથી અને તમે રદ નહીં કરો ત્યાં સુધી સેવાની મુદતના દરેક સામયિક નવીનીકરણ સમયે આપમેળે તમારું બિલ બનાવીશું. સશુલ્ક સંગ્રહ યોજના ખરીદવા માટે, તમારે Google Paymentsની સેવાની શરતોમાં જણાવ્યા મુજબની ચુકવણીની શરતો સાથે સંમત થવું જરૂરી છે. જો તમારું Google Payments એકાઉન્ટ ન હોય, તો તમે આ લિંક પર જઈને એક એકાઉન્ટ બનાવી શકશો, જ્યાં તમને Google Payments વિશે વધુ માહિતી પણ મળશે. Google Payments એકાઉન્ટનો ઉપયોગ કરીને જ્યારે પણ તમારે સશુલ્ક સંગ્રહ યોજના ખરીદવી હોય ત્યારે Paymentsની સેવાની શરતો અને ગોપનીયતા સૂચના પણ લાગુ થાય છે. કોઈ પણ ખરીદી કરતા પહેલાં, કૃપા કરીને એ શરતો ધ્યાનપૂર્વક વાંચવાની ખાતરી કરો.

રદ્દીકરણ. તમારી સશુલ્ક સંગ્રહ યોજના, જ્યાં સુધી તે આ શરતો હેઠળ રદ, ડાઉનગ્રેડ અથવા સમાપ્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી, અમલમાં રહેશે. તમે તમારી સશુલ્ક સંગ્રહ યોજના તમારી Google ડ્રાઇવ સંગ્રહ સેટિંગ માંથી કોઈ પણ સમયે રદ અથવા ડાઉનગ્રેડ કરી શકો છો. તમે કરેલ રદ્દીકરણ અથવા ડાઉનગ્રેડ હાલની સેવાની શરત સમાપ્ત થયા પછી આગલી બિલિંગ અવધિ પર લાગુ થશે. જો તમે સમયસર તમારી સશુલ્ક સંગ્રહ યોજના માટે ચુકવણી નહીં કરો, તો અમે તમારા એકાઉન્ટને ડાઉનગ્રેડ કરવાનો તથા તમારા સ્ટોરેજને નીચેના સ્તરે મફત જગ્યા પર લાવવાનો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ. અમે અમારી ખરીદી, રદ્દીકરણ અને રિફંડ નીતિ માં તમારી સશુલ્ક સંગ્રહ યોજના માટેની રદ્દીકરણ તથા રિફંડ પ્રક્રિયા વર્ણવી છે.

યોજના તથા કિંમતમાં ફેરફાર. અમે સંગ્રહના અમલમાં મુકાયેલ યોજના તથા કિંમતોમાં ફેરફાર કરી શકીએ છીએ, પણ તે ફેરફારો કરતા પહેલાં તમને સૂચના આપીશું. સેવાની તમારી હાલની મુદત સમાપ્ત થયેથી, સૂચના આપ્યા પછી જ્યારે તમારે આગલી ચુકવણી કરવાનો સમય થશે ત્યારે, આ ફેરફારો લાગુ થશે. અમે તમને કિંમતમાં વધારા અથવા સંગ્રહ યોજનામાં ઘટાડા વિશે ઓછામાં ઓછા 30 દિવસ પહેલાં સૂચના આપીશું. જો તમને 30 દિવસ કરતાં ઓછા સમય પહેલાં સૂચના આપવામાં હશે, તો જ્યાં સુધી આગલી ચુકવણી પછી ચુકવણી કરવાનો સમય નહીં થાય ત્યાં સુધી ફેરફાર લાગુ નહીં થાય. જો તમે અપડેટ કરેલ સંગ્રહ યોજના અથવા કિંમતમાં ચાલુ રાખવા ન ઇચ્છતા હો, તો તમે તમારી Google ડ્રાઇવમાંની સ્ટોરેજ સેટિંગ માં કોઈ પણ સમયે તમારી સશુલ્ક સંગ્રહ યોજના રદ અથવા ડાઉનગ્રેડ કરી શકશો. સેવાની હાલની મુદત પછી આગલી બિલિંગ અવધિમાં તમે કરેલ રદ્દીકરણ અથવા ડાઉનગ્રેડ લાગુ થશે; અમે તમારા માટે તમારી ફાઇલો ઉપલબ્ધ કરતાં રહીશું અથવા Google ડાઇવમાંથી તમારી ફાઇલો લઈ લેવાની તક આપીશું.

9. અમારી વૉરંટીઓ અને અસ્વીકાર

અમે કુશળતાના તથા કાળજીના વાજબી સ્તરનો ઉપયોગ કરીને Google ડ્રાઇવ પ્રદાન કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમને Google ડ્રાઇવનો ઉપયોગ કરવામાં આનંદ આવશે. પણ, એવી કેટલીક બાબતો છે જેના કારણે અમે Google ડ્રાઇવ વિશે વચન આપી શકાતાં નથી. સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું છે તે સિવાય, અમે Google ડ્રાઇવ મારફતે કોઈ વિશિષ્ટ કાર્યની ઉપલબ્ધતા વિશે, તેની વિશ્વસનીયતા, ઉપલબ્ધતા અથવા તમારી આવશ્યકતાઓની પૂર્તિ કરવાની ક્ષમતા વિશે કોઈ પણ પ્રકારે પ્રતિબદ્ધ થતાં નથી.

10. Google ડ્રાઇવ માટે જવાબદારી

Google અને તેના સપ્લાયર તથા વિતરકો નિમ્નલિખિત માટે જવાબદાર કે ઉત્તરદાયી નથી:

(a) હાનિ કે જે અમારા દ્વારા આ શરતોના ભંગને કારણે થઈ ન હતી;

(b) કોઈ પણ હાનિ કે નુકસાન કે જે, તમારી સાથે સંબંધિત કરારની રચના થઈ તે સમયે, Googleની શરતોના ઉલ્લંઘનનું વાજબી પૂર્વાનુમાનિત પરિણામ ન હતું; અથવા

(c) ગુમાવેલ નફા, આવક, તક અથવા ડેટા સહિત તમારા કોઈપણ વ્યવસાયથી સંબંધિત નુકસાનો.

આ શરતો હેઠળના કોઈ પણ દાવા માટે, Google અને તેના સપ્લાયર તથા વિતરકોની કુલ જવાબદારી, કોઈ પણ ગર્ભિત વૉરંટી સહિત, તમે સેવાઓનો ઉપયોગ કરવા માટે અમને ચૂકવેલી રકમ સુધી (અથવા, જો દાવાનો વિષય મફત સેવા હોય, તો તમને ફરીથી સેવાઓ પ્રદાન કરવા સુધી) મર્યાદિત છે.

આ શરતોમાંના કશાનો હેતુ મૃત્યુ અથવા વ્યક્તિગત ઈજા, કપટ, કપટપૂર્ણ ગેરરજૂઆત અથવા કાયદા દ્વારા બાકાત ન કરી શકાય તેવી કોઈ પણ જવાબદારી માટે Google તથા તેના સપ્લાયરો તથા વિતરકોની જવાબદારીને બાકાત અથવા મર્યાદિત કરવાનો નથી.

11. શરતોનું સંચાલન કરતાં કાયદા.

જો તમે યુરોપિયન આર્થિક વિસ્તાર અથવા સ્વિટ્ઝર્લૅન્ડની બહાર રહેતા હો, તો કૅલિફોર્નિયાના તકરારના કાયદા નિયમો સિવાયના કૅલિફોર્નિયા, યુ.એસ.એ.ના કાયદા આ શરતો અથવા Google ડ્રાઇવમાંથી ઉદ્ભવતા બધા વિવાદો પર લાગુ થશે. આ શરતોમાંથી અથવા Google ડ્રાઇવમાંથી ઉદ્ભવતા અથવા તેને સંબંધિત બધા દાવાની ફરિયાદ એકમાત્ર સાન્તા ક્લારા કાઉન્ટી, કૅલિફોર્નિયા, યુ.એસ.એ.ની ફેડરલ અથવા રાજ્યની અદાલતોમાં કરવામાં આવશે અને તમે તથા Google એ અદાલતોમાંના વ્યક્તિગત અધિકાર ક્ષેત્ર અંગે સંમતિ આપો છો.

જો તમે યુરોપિયન આર્થિક વિસ્તાર અથવા સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેતા હો, તો આ શરતો અથવા Google ડ્રાઇવમાંથી ઉદ્ભવતા અથવા તેની સાથે સંબંધિત બધા વિવાદો પર તમારા નિવાસના દેશના કાયદા તથા અદાલત લાગુ થશે અને તમે તમારી કાયદેસરની કાર્યવાહીઓ તમારી સ્થાનિક અદાલતોમાં લાવી શકો છો. વિવાદોને ઑનલાઇન નિવારણ માટે યુરોપિયન કમિશન ઑનલાઇન વિવાદ નિવારણ મંચમાં સબમિટ કરી શકાય છે. Google આઇરિશ કાયદા અને અધિકાર ક્ષેત્રને આધીન છે.

12. આ શરતો વિશે

અમે આ શરતો અથવા Google ડ્રાઇવને લાગુ થતી કોઈ પણ વધારાની શરતોમાં ફેરફાર કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે: Google ડ્રાઇવ અથવા કાયદા, રિવાજ અથવા રાજકીય અથવા આર્થિક નીતિના ફેરફારો દર્શાવવા; અથવા નિયમનકર્તાઓ અથવા સંબંધિત ઔધોગિક સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ માર્ગદર્શિકાઓના પ્રતિભાવ રૂપે; અથવા Googleને તેના કર્તવ્યો બજાવવામાં સક્ષમ કરવા માટે. તમારે શરતો નિયમિત રૂપે વાંચવી જોઈએ. અમે આ પેજ પર આ શરતોમાં થયેલા ફેરફારો વિશેની સૂચના પોસ્ટ કરીશું. અમે ફેરફાર કરેલી વધારાની શરતો (“વધારાની શરતો”) Google ડ્રાઇવમાં પોસ્ટ કરીશું અને શરતોમાંની સામગ્રીના ફેરફારો વિશે તમને પહેલેથી સૂચના આપીશું. ફેરફારો ભૂતકાળની સ્થિતિ લાગુ નહીં કરે અને તે પોસ્ટ થયાના અથવા તમને સૂચિત કર્યા પછીના ઓછામાં ઓછા 14 દિવસ પછી અમલમાં આવશે. જો કે, નવાં કાર્યો અથવા સુવિધાઓ (“નવી સેવાઓ”) સંબંધિત ફેરફારો અથવા કાનૂની કારણોસર કરવામાં આવેલા ફેરફારો તાત્કાલિક અમલમાં આવશે. જો તમે નવી સેવા માટેની આ ફેરફાર કરેલી શરતો સાથે સંમત ન થતા હો, તો તમારે એ નવી સેવાનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ (વધુ માહિતી માટે, ઉપર "સમાપ્તિ" જુઓ).

જો આ શરતો અને વધારાની શરતો વચ્ચે કોઈ વિવાદ હશે, તો વધારાની શરતો એ વિવાદનું નિયંત્રણ કરશે.

આ શરતો Google અને તમારી વચ્ચેના સંબંધનું નિયંત્રણ કરે છે. તે તૃતીય પક્ષના હિતાધિકારીના કોઈ હકની રચના કરતી નથી.

જો તમે આ શરતોનું પાલન ન કરો અને અમે તરત જ કોઈ પગલાં ન લઈએ, તો એનો અર્થ એ નથી કે અમે (ભવિષ્યમાં પગલાં લેવા જેવો) કોઈ પણ હક જતો કરી રહ્યાં છીએ કે જે અમારી પાસે હોઈ શકે છે.

જો એવું સ્પષ્ટ થાય કે કોઈ ચોક્કસ શરત લાગુ કરવા યોગ્ય નથી, તો એનાથી કોઈ પણ અન્ય શરતને અસર નહીં થાય.

Googleનો સંપર્ક કરવાની રીત વિશેની માહિતી માટે, કૃપા કરીને અમારા સંપર્ક પેજ ની મુલાકાત લો.