એક પછી એક છબી ઉમેરીને, અમે તમારા નકશાને જીવંત બનાવીએ છીએ

Google Maps પર આપણી આસપાસના વિસ્તારોની ઝલક બતાવતી વર્ચ્યુઅલ રજૂઆત કરવા માટે Street View અબજો પૅનોરેમિક છબીઓને જોડે છે. Street View બે સ્રોતમાંથી કન્ટેન્ટ મેળવે છે - Google અને યોગદાનકર્તાઓ. અમારા સંયુક્ત પ્રયાસોને કારણે, દુનિયાના કોઈપણ ખૂણે વસતા લોકો વિશ્વની વર્ચ્યુઅલ શોધખોળ કરી શકે છે.

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

મુસાફરી કરવાની વિઝ્યુઅલ રીત

તમે જ્યારે મુસાફરી કરી રહ્યાં હો, ત્યારે 360 છબી એ જાણવામાં સહાય કરે છે કે તમને ક્યાં જવું અને ત્યાં શું અપેક્ષા રાખવી. તમારા ડિવાઇસ પર જ વિશ્વ પ્રસિદ્ધ લૅન્ડમાર્ક, ગૅલરી અને સંગ્રહાલયો વિશે શોધખોળ કરો અથવા સમય સાથે લોકેશનમાં કેવા ફેરફારો થયા છે તે જોવા માટે Street Viewની ઐતિહાસિક છબીઓ વડે ભૂતકાળમાં ડોકિયું કરો.

Google Street View કાર

Google આગલો Street View ક્યાં એકત્રિત કરશે

Street View કાર અથવા Street View ટ્રેકર વડે જુઓ કે આપણો આગલો મુકામ કયો છે.

Street Viewના અદ્દભુત લોકેશન વિશે શોધખોળ કરો