તમારી દૃશ્યતાને શ્રેષ્ઠ બનાવવા માટે, વિશ્વસનીય નિષ્ણાત ભાડે લો

તમારી દૃશ્યતાને શ્રેષ્ઠ બનાવવા માટે, વિશ્વસનીય નિષ્ણાત ભાડે લો

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

Street View વિશ્વસનીય નિષ્ણાત છે:

વિશ્વસનીયનું આઇકન
  • Street Viewનો વિશ્વસનીય બૅજ પ્રાપ્ત કરનારા લોકો
  • પચાસ મંજૂર કરેલા અને પબ્લિશ થયેલા 360° ફોટા ધરાવતા નામાંકિત યોગદાનકર્તાઓ
  • અમારી ભાડે લેવા માટેના નિષ્ણાતોની અનુક્રમણિકામાં ઉલ્લેખિત
  • માર્કેટિંગના હેતુઓ માટે, વિશ્વસનીય બ્રાંડ અસેટનો ઉપયોગ કરવા માટે સજ્જ

કોઈ નિષ્ણાત ફોટોગ્રાફર પાસે શેની અપેક્ષા રાખવી જોઈએ

પ્રચાર કરવાની ઇચ્છા ધરાવતા વ્યવસાય માટે, કોઈ અનુભવી Street View યોગદાનકર્તા તમારી દૃશ્યતાને વધારવામાં અને Google Maps પર નોખા તરી આવવામાં તમારી સહાય કરી શકે છે. પણ તમે એ નિર્ણય કરો એ પહેલાં આ વ્યવહારમાં દરેક પાર્ટીનો રોલ શું છે એ સમજવું મહત્ત્વપૂર્ણ છે.

વ્યવસાયના માલિકો

  • જો તમે તમારા વ્યવસાયની છબીઓ લેવા માટે કોઈ વિશ્વસનીય ફોટોગ્રાફરને નિયુક્ત કરો, તો કૃપા કરીને નોંધો કે Google તેમની સેવાઓની ક્વૉલિટીની ગૅરંટી ન આપી શકે.
  • ફોટોશૂટની શરતો, સેવાઓ અને કિંમત વિશેની કોઈપણ વાટાઘાટો માત્ર તમારા અને ફોટોગ્રાફર વચ્ચે રહેશે.
  • વર્ચ્યુઅલ ટૂર અથવા ફોટા માટે વિશ્વસનીય ફોટોગ્રાફરને બધી ચુકવણી કરવી જરૂરી છે - તે Googleને અથવા Google મારફતે કરવામાં આવતી નથી.
  • જો કોઈ તકરાર થાય, તો તમારે ફોટોગ્રાફર અથવા એજન્સી સાથે મળીને તમારા કરારની શરતો મુજબ તેનું નિરાકરણ કરવું જરૂરી રહેશે.
  • જો તમે Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફર દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે સમસ્યાની જાણ કરવા માગતા હો, તો તેમ કરવા માટે તમે આ ફોર્મ ભરી શકો છો.
Google Street View વ્યવસાયના માલિક જેમની પાસે વિશ્વસનીય નિષ્ણાત ફોટોગ્રાફર /એજન્સી છે

Street View સેવાઓ મેળવવી

Street View ready ટેક્નોલોજી વડે, વિશ્વસનીય નિષ્ણાતો તમારા સમુદાયોમાં Street Viewને અપડેટ કરવા માટે, ગલીના લેવલ પર છબી કૅપ્ચર કરીને તેને પબ્લિશ કરી શકે છે.

  • જોકે Google ફોટોગ્રાફર અથવા એજન્સીને રોજગાર આપતું નથી, છતાં અમે યોગદાનકર્તાઓને રસ્તાઓની અપ-ટૂ-ડેટ Street View છબી પબ્લિશ કરવાની મંજૂરી આપીએ છીએ. અમારી પ્રતિબદ્ધ ભાડેથી ઉપલબ્ધ નિષ્ણાતોની સૂચિ એવા ફોટોગ્રાફર અને એજન્સી દર્શાવે છે જેમણે ઉચ્ચ ક્વૉલિટીની ચકિત કરી દે તેવી છબીઓનું યોગદાન આપીને તેમની નિપુણતા દર્શાવી છે.
  • Google દ્વારા ઘણાં દેશોમાં ડ્રાઇવ કરવાના નિરંતર પ્રયાસો થઈ રહ્યા છે જેથી તમને એવી છબીઓ આપી શકાય જે તમારા અનુભવને બહેતર બનાવે અને તમને તમારી આજુબાજુનું વિશ્વ શોધવામાં સહાય કરે. અમારી આગલી યોજનાઓ જુઓ અને જાણો કે અમે ટૂંક સમયમાં તમારા વિસ્તારમાં આવી રહ્યાં છીએ કે નહીં અથવા જો તમે તાજેતરની છબીઓ વધુ વહેલી મેળવવા માગતા હો, તો વિશ્વસનીય નિષ્ણાતનો સંપર્ક કરો.
Google Street Viewના વિશ્વસનીય નિષ્ણાત ફોટોગ્રાફર /એજન્સી જેમની પાસે કૅમેરા છે

તમારા વિસ્તારમાં વિશ્વસનીય નિષ્ણાત શોધો

તમારી નજીકમાં વિશ્વસનીય નિષ્ણાત ફોટોગ્રાફર /એજન્સી શોધીને શરૂ કરો.

એજન્સી શહેર ઇમેઇલ સંપર્ક નંબર
એજન્સી શહેર ઇમેઇલ સંપર્ક નંબર

*Street View વિશ્વસનીય પ્રોગ્રામ નવી નોંધણીઓ માટે હંગામી રીતે બંધ છે.