શોખથી વૈશ્વિક મંચ સુધીની સફર - ફ્રેન્ચ પોલિનેશિયાના સૌંદર્યને નકશા પર અંકિત કરવું તેના સ્થાનિકો માટે કેટલું લાભપ્રદ રહ્યું તે જાણો.

ફ્રેન્ચ પોલિનેશિયા - સફેદ રેતી પથરાયેલા દરિયાકિનારા, હાઇકીંગ માટેના પર્વતીય માર્ગો અને UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટ તેને એક પ્રચલિત પ્રવાસન સ્થાન બનાવે છે. કેટલાક લોકો આ વિશે વિચારતા જ રહી ગયા, જ્યારે Christophe Courcaudને અહીં એક અનન્ય તક દેખાઈ. Street View વડે સ્વર્ગને ઘર આંગણે લાવવાની અને તાહિતીના પર્યટનને વિકસાવવાની આ તક તેમણે ઝડપી લીધી.

1,800 કિમી

ફોટોગ્રાફ લીધો

12,00,000

છબીઓ

મારફતે

8K

વીડિયોનું ડિસ્પ્લે રિઝોલ્યુશન

8+

ટાપુઓ

18

પ્રકાશિત હોટલ

+450

વ્યવસાય સૂચિઓ
બનાવવામાં આવી

વ્યવસાય અને આનંદનો સુમેળ

Street View અને ફ્રેન્ચ પોલિનેશિયાના ભવ્ય ટાપુઓ પ્રત્યેના પોતાના પ્રેમથી પ્રેરાઈને Christophe દ્વારા 2019માં Tahiti 360ની સ્થાપના કરવામાં આવી. આ કંપની ફ્રેન્ચ પોલિનેશિયાના વ્યાપક કુદરતી સ્થાનોની 360⁰ છબીઓ લેવાની અને તેમને સ્ટ્રીટ વ્યૂ પર અપલોડ કરવાની વિશિષ્ટતા ધરાવે છે, જેમાં હાઇકીંગના માર્ગો અને દરિયાકિનારાનો પણ સમાવેશ થાય છે. Christopheનું મુખ્ય લક્ષ્ય ટાપુ પરની જીંદગીનું સૌંદર્ય કૅપ્ચર કરી તેને રજૂ કરવાનું છે, જોકે આ સાથે તે Street Viewની તલ્લીન કરી દેનારી ઇન્ડોર વર્ચ્યુઅલ ટૂર વડે સ્થાનિક વ્યવસાયોને લોકોની સામે રજૂ કરવામાં પણ સહાયરૂપ થાય છે.

ફ્રેન્ચ પોલિનેશિયાને નકશા પર અંકિત કરવું

આજે લગભગ દરેક બાબતને ડિજિટલ સ્વરૂપ મળી ગયું છે તેવા સમયે, એ વાત માનવામાં આવતી નથી કે, Christophe અને Tahiti 360 આ ટાપુ પર આવ્યા ત્યાં સુધી ફ્રેન્ચ પોલિનેશિયાના માત્ર સેટેલાઇટ દૃશ્યો જ ઉપલબ્ધ હતા. પરિસ્થિતિની જટિલતામાં વધારો કરવા માટે જ જાણે હોય તેમ, બોરા બોરા અને તાહિતી જેવા ટાપુઓની શેરીઓને નામ પણ અપાયા ન હતા. આમ ત્યાં એક સ્થળેથી બીજે સ્થળે જવું પર્યટકો ઉપરાંત ત્યાંના સ્થાનિકો માટે પણ એટલું જ અઘરું હતું. ખાસ વાત એ કે, અગ્નિશામક દળના કર્મચારીઓ, સૌથી પહેલા પ્રત્યુત્તર આપનારા અને કાયદાનો અમલ કરાવનારા જેવી ઇમર્જન્સી સર્વિસને તો વળી વધુ મુશ્કેલી પડતી.

 

મારું હંમેશાં માનવું રહ્યું છે કે, Street View સ્થાનિક સમુદાયો માટે ઘણું લાભપ્રદ બની રહે છે. તમે કોઈ ખાસ સ્થળે હો તેવી કલ્પના કરવાની અને તમે હજી ઘરેથી નીકળ્યા પણ ન હો, ત્યાં જ તમે પહોંચવાના હો તે સ્થળના આસપાસના વાતાવરણ સાથે પરિચય કેળવવાની ક્ષમતા મારે મન તો ઘણી અદ્દભુત વાત છે. આ વાત ફ્રેન્ચ પોલિનેશિયામાં ખાસ ઉપયોગી નીવડી, કારણ કે ત્યાં જઈને માર્ગ શોધવો લગભગ અશક્ય હતું.

-

Christophe Courcaud, Tahiti 360ના સ્થાપક

 

Google Street View બોરા બોરાનું નકશા પર આલેખન

ટાપુના આ જીવનમાં Street View કેટલું લાભદાયી નીવડી શકે તે સમજ્યા પછી, સ્થાનિક અધિકારીઓએ તાહિતી, મૂરીઆ, બોરા બોરા, રૈયતિ, મૌપીતિ, હુઆહિને, ફકરાવા અને રંગીરોઆમાં બધા જ રસ્તાને નકશા પર અંકિત કરવા તથા તેનો સંદર્ભ આપવા માટે Tahiti 360 સાથે ભાગીદારી કરી. 1,800 કિમીમાં વિસ્તરેલા ફ્રેન્ચ પોલિનેશિયાને આવરી લેવા માટે Christopheએ ઓલ-ટરેન વેહિકલ, ગોલ્ફ કાર્ટ, ઇલેક્ટ્રીક બાઇક, જેટ સ્કી અને ઘોડા પર પણ પ્રવાસ કર્યો. Christopheના કવરેજ અને અધિકારીઓ દ્વારા શેર કરેલા સ્થાનિક ભૌગોલિક ડેટાને કારણે, હવે તાહિતીમાં Google Maps પર લાઇવ ટ્રાફિક અપડેટ, સૌથી ઝડપી રસ્તા માટેના સૂચનો અને સ્થાનિક વ્યવસાયોના દિશાનિર્દેશો મેળવવા શક્ય છે. ઇમર્જન્સી સર્વિસ માટે આ વધુ સહાયરૂપ નીવડ્યું જેને પરિણામે તેઓ સમગ્ર ટાપુ પર વધુ કાર્યક્ષમતાથી કામ કરી શકે છે. અંતે, Street View પર Tahiti 360ની છબીઓનો ઍક્સેસ મળતો હોવાથી શહેરી આયોજન, ઇમારતોની જાળવણી તથા રસ્તાની સ્થિતિ સુધારવાનું પણ સરળ બન્યું.

UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઍક્સેસ

Tahiti 360ની સૌથી વધુ તલ્લીન કરી દેનારી ટુર એટલે રૈયતિ ટાપુ પર Taputapuateaની ટુર. દર વર્ષે 3,00,000 કરતાંયે વધારે મુલાકાતીઓને ફ્રેન્ચ પોલિનેશિયા તરફ આકર્ષવામાં UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટની ઘણી મહત્ત્વની ભૂમિકા છે. જોકે, તેના સૌંદર્યને 360માં કૅપ્ચર કરીને Christopheએ લાખો લોકો સમક્ષ તેના વર્ચ્યુઅલ અનુભવને રજૂ કર્યો છે. Street View પર પબ્લિશ થયેલા Christopheના કાર્ય વડે વિશ્વની અજાયબી આપણી સ્ક્રીન સુધી પહોંચી શકી છે અને આ રીતે આપણે સૌ તેના વિશે વધુ જાણકારી મેળવી શક્યા છીએ.

આખો ટાપુ આવરી લેવો એ કંઈ નાનું-સૂનું કામ નથી, પણ Christopheએ આ પડકાર ઝીલી લીધો. 360માં રજૂ કરી શકાય તેવી બોરા બોરાની તમામ બાબતો ખાતરીપૂર્વક કૅપ્ચર કરી લેવાય તે માટે, તેમણે કારમાં, બોટમાં અને પગપાળા આ ટાપુનો પ્રવાસ કર્યો. આખા ટાપુને નકશા પર અંકિત કરવામાં અને સ્ટ્રીટ વ્યૂ પર બધા લોકો તેનો અનુભવ લઈ શકે તે રીતે તેને ઉપલબ્ધ બનાવવામાં Christopheને માત્ર સાત દિવસનો સમય લાગ્યો.

બોરા બોરા ઉપરાંત, Christopheએ તાહિતીની રાજધાની પાપિતીની બધી જ શેરીઓ તેમજ પીરે શહેરને પણ ફોટામાં કેદ કર્યું. બંને શહેરની છબીઓ સ્ટ્રીટ વ્યૂમાં પ્રદર્શિત થઈ ત્યારે જાણે જોવાનું વસૂલ થયું.

સ્થાનિક વ્યવસાયોને પણ Street Viewમાં ઝળકવાની તક મળી. Intercontinental, Manava અને Hilton જેવી મોટી હોટલ તેમજ નાના કદના B&B વ્યવસાયોને પોતાની સુવિધાઓ વૈશ્વિક મંચ પર રજૂ કરવાની તક મળતી હોવાને કારણે તેમનામાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો.

ફરવા જવા જેવા સ્થળોની સૂચિમાં ઉમેરો કરવો

Tahiti 360 વર્ષ પૂરું થતા સુધીમાં ફ્રેન્ચ પોલિનેશિયાના બધા જ ટાપુઓ આવરી લેવાની આશા સેવે છે, જેમાં મોપીતી, તાહા, માર્ક્સસ ટાપુઓ, ગેમ્બિયર્સ ટાપુઓ અને ઓસ્ટ્રલ ટાપુઓનો હજુ ઉમેરો થવાનો છે. ફ્રેન્ચ પોલિનેશિયામાં હજુ ઘણો વિસ્તાર આવરી લેવાનો બાકી છે ત્યાં તો Christopheએ પોતાના આગલા સાહસ વિશે વિચારવાનું પણ શરૂ કરી દીધું છે. 400 કિમીના સાયકલ માર્ગો, અમીયાના તરતા બગીચા અને Somme Tourisme માટેની પર્યટન ટ્રેનને આવરી લેવા માટે તેણે પોતાના વતનમાં ફ્રેન્ચ સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરવા બાબતે પણ સંમતિ આપી દીધી છે. ક્રિસ્ટૉફ 2024ની ઓલિમ્પિક ગેમમાં સર્ફિંગ ઇવેન્ટના હોસ્ટ તીહુપૂને પણ આવરી લેશે. ઉપરાંત, તે સેલેડોનિયા, વૉલિસ અને ફ્યુચુના ટાપુઓને પણ Street Viewમાં ઉમેરવાની આશા સેવે છે, જેથી ત્યાંના સ્થાનિકોના રોજબરોજના જીવનને બહેતર બનાવવામાં અને વધુ લોકોને આ સ્વર્ગ વિશે જાણકારી મેળવવામાં સહાય કરી શકાય.

Street View એક સહયોગકારી પ્લૅટફૉર્મ છે જ્યાં યોગદાન આપનારા Google Maps પર તલ્લીન કરી દેનારી છબીઓ પબ્લિશ કરીને, સમુદાયની વૃદ્ધિમાં, વ્યવસાયોના વિકાસમાં અને વિશ્વની અજાયબીઓને ઘર આંગણે લાવવામાં સહાય કરી શકે છે. સૌથી શ્રેષ્ઠ વાત તો એ કે, Street View વડે કોઈપણ વ્યક્તિ પોતાની સફળતાની કેડી કંડારી શકે છે, તેમણે બસ યોગદાન આપવાની દિશામાં પહેલું પગલું ભરવાનું છે.

વધુ જાણકારી મેળવો

તમારી પોતાની Street View છબી શેર કરો