Street View વડે ઝાંઝિબારના સ્થાનિક સમુદાયોને સમર્થ બનાવવા

અર્થતંત્રની વૃદ્ધિ માટે પ્રવાસન પર આધાર રાખતા કોઈપણ જોવાલાયક સ્થાન માટે આંતરરાષ્ટ્રીય જાગરુકતામાં વધારો કરવો એ પ્રાથમિકતાની બાબત કહી શકાય અને ઝાંઝિબાર આમાં અપવાદરૂપ નથી. આથી પોતાના દેશ માટે આર્થિક રીતે અસરકારક બની રહેવા, ઝાંઝિબારનું આયોજન કમિશન તેમના દ્વીપસમૂહોના સૌંદર્યને રજૂ કરવા માટે પ્રતિબદ્ધ હતું – અને Street View તેમની સહાય માટે હાજર હતું. 360માં વિશ્વ પ્રવાસ (WT360)ના વ્યાવસાયિક ફોટોગ્રાફર Federico Debetto, Nickolay Omelchenko અને Chris du Plessis સાથે તેમણે પ્રોજેક્ટ ઝાંઝિબાર શરૂ કર્યો અને સ્થાનિક સમુદાયો પોતાની જાતે પ્રોજેક્ટનું કાર્ય આગળ ધપાવી શકે તે રીતે તેમને પ્રેરણા આપી.

Google Street View વડે ઝાંઝિબારના સ્થાનિક સમુદાયોને સમર્થ બનાવવા

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

1,700 કિલોમીટર

ફોટોગ્રાફ લીધો

980 હજાર

પબ્લિશ થયેલી છબીઓ

33 મિલિયન

જોવાયાની સંખ્યા

105 હોટલ

સૂચિબદ્ધ

સાથે મળી વિકાસ પ્રેરવો

આટલા મોટા પાયે નકશામાં અંકિત કરવું પડકારરૂપ બની રહે. આથી WT360ની ટીમે ઊંગુજાના સુંદર ટાપુને નકશા પર અંકિત કરવા માટે સ્ટેટ યુનિવર્સીટી ઑફ ઝાંઝિબારના બાર વિદ્યાર્થી સ્વયંસેવકોનો સાથ લીધો. Federico, Nickolay અને Chrisની કુશળતા વડે માર્ગદર્શન મેળવી તેમણે 1,700 કિલોમીટરનું ફૂટેજ કૅપ્ચર કર્યું.

આપણા GDPમાં પ્રવાસનનું યોગદાન 30% કરતાં પણ વધારે છે. પરિણામે, આપણે આપણા યુવાધનને અને પહેલેથી પ્રવાસન ઉદ્યોગમાં જ કામ કરતા યુવકોને તાલીમ આપી શકીએ છીએ. એવો પણ સમય હતો જ્યારે લોકો પ્રવાસન એટલે માત્ર હોટલ વિશેની વાત હોવાનું માની લેતા. પ્રવાસન આનાથી કંઈક વિશેષ છે. તેમાં ઇતિહાસ, એરલાઇન અને માર્કેટિંગના પાસાં પણ આવરી લેવાય છે. ઝાંઝિબારના વધુને વધુ લોકો આ ઉદ્યોગમાં જોડાય તે સરકાર અને દેશના અર્થતંત્ર માટે ઘણું લાભપ્રદ બની રહેશે.

-

Simai Mohammed Said, ઝાંઝિબારના પ્રવાસન અને હેરિટેજ ખાતાના મંત્રી.

ઝાંઝિબારના વિકાસની સાથે, Federicoની ટીમ સ્થાનિક શેરીઓની 360 છબીઓને નિયમિતપણે રિફ્રેશ કરે છે જેથી ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસને સપોર્ટ કરવામાં તથા દેશમાં નવા મુલાકાતીઓને આકર્ષવામાં સહાય રહે.

ઝાંઝિબારમાં Feberico Debetto દ્વારા Google Street View સ્ટ્રીટ ફોટો

360⁰ની છબી વડે વ્યવસાયનો વૈશ્વિક વિકાસ

આ વર્ષની શરૂઆતમાં, Federicoએ પૅમ્બાના ઉત્તરીય ટાપુની શોધખોળ કરવાનું શરૂ કર્યું. માત્ર 6 દિવસમાં, Federico અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્વયંસેવક Ibrahim Khalidએ 500 કિલોમીટર કરતાંયે વધુ વિસ્તારની છબીઓ અને 40 એરિયલ પૅનોરમા કૅપ્ચર કર્યા, જેને તેમણે Street View Studioનો ઉપયોગ કરીને Google Maps પર અપલોડ કર્યા.

જોવાલાયક સ્થળો, હેરિટેજ સાઇટ, હોટલ અને વ્યવસાયોના સચોટ ફૂટેજ વડે, તેઓ નેશનલ ગ્લોબલ ટૂર ઑફ ઝાંઝિબાર નામનું છબીઓ ધરાવતું પ્લૅટફૉર્મ બનાવી શક્યા, જે ઝડપથી વિકસી રહ્યું છે અને જે આ ટાપુઓનો વિશ્વભરમાં પ્રચાર કરે છે.

નકશા પર આલેખનથી લઈ નોકરી ઊભી કરવા સુધી

Federico જ્યારે સૌ પ્રથમ Shamymu Yassinને મળ્યા, ત્યારે તેઓ વિદ્યાર્થી હતા અને ડ્રોન પાયલટ બનવાની તેમની ઇચ્છા હતી. ઝાંઝિબારના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની પ્રતિબદ્ધતા સાથે, Street View ટેક્નોલોજી વિશે શીખવા માટે Shamymuએ WT360 ટીમની સહાય લીધી. કયો કૅમેરા વાપરવો શ્રેષ્ઠ રહે, છબીઓ કેવી રીતે કૅપ્ચર કરવી અને તેમને Google Maps પર કેવી રીતે અપલોડ કરવી તે વિશે તેમને શીખવવામાં આવ્યું. Shamymuએ થોડા સમયમાં જ આ કૌશલ્યોમાં નિપુણતા હાંસલ કરી લીધી અને વ્યાવસાયિક ફોટોગ્રાફર તરીકે આગળ વધ્યા તેમજ રોજગાર તરીકે ઝાંઝિબારના ટાપુઓમાં શોધખોળ કરી તેમને નકશા પર અંકિત કરવાનું કામ અપનાવ્યું.

Federico, Shamymu અને Ibrahim હાલમાં ઝાંઝિબારની નવી એરિયલ છબીઓ અપલોડ કરવા પર કામ કરી રહ્યાં છે, જેમાં તેઓએ પોતાનું ધ્યાન તાજેતરમાં વિકસેલા વિસ્તારો, નવા વ્યવસાયો અને નવીનીકૃત હોટલ પર કેન્દ્રિત કર્યું છે. અને ઝાંઝિબારમાં એમ્યુઝમેન્ટ પાર્ક ખુલવાની સાથે તેમનું મિશન વધુને વધુ વિકસી રહ્યું છે.

ઝાંઝિબારનું ઘણા મોટા પાયે નકશા પર આલેખન કરવું: Street View Studio વડે વધુ સ્માર્ટ અને ઝડપી ડેટા પબ્લિશિંગ

વર્ષ 2019થી છબી અને કૅમેરાની ક્વૉલિટી બહેતર બન્યા છે અને Street View Studio લૉન્ચ થવા સાથે છબીઓ પબ્લિશ કરવાનું વધુ સરળ તથા ઝડપી બન્યું છે. ફોટોગ્રાફર એક સમયે એકથી વધુ 360 વીડિયો અપલોડ કરી શકે છે, પ્રગતિનું નિરીક્ષણ કરી શકે છે, અપલોડ કરેલી સામગ્રીને સ્થાન અથવા મૂળ ફાઇલના નામ અનુસાર શોધી શકે છે તેમજ ક્રિયાપ્રતિક્રિયાત્મક નકશાના સ્તરો વડે તેમના ભાવિ સંગ્રહ વિશે આયોજન કરી શકે છે.

 

અમે સંપૂર્ણ પૅમ્બા ટાપુને Street View Studio વડે પબ્લિશ કર્યો છે. ટૂલમાં થયેલી પ્રમુખ સુધારણા એ કે તે હવે વ્યવસ્થાપન પર આધારિત છે, જેમ કે અપલોડ કરવાનું થોભાવ્યું હોય અથવા તેમાં ખલેલ પડી હોય, તો તે ફરી શરૂ થઈ શકે અને નવી ફાઇલો ઉમેરવા માટે રાત્રે વારંવાર ઊઠવાને બદલે એક સાથે અનેક વીડિયો અપલોડ કરવાની સુવિધા. આને કારણે નિરાંતવી ઊંઘ લેવી સરળ બની છે!

-

Federico Debetto, વ્યાવસાયિક ફોટોગ્રાફર

 

ભવિષ્યનું નિર્માણ

સ્થાનિક વિદ્યાર્થીઓ તેમના દેશનું નકશા પર આલેખન કરી શકે તે રીતે તેમને સક્ષમ અને શિક્ષિત બનાવવાના લક્ષ્યથી પ્રોજેક્ટ ઝાંઝિબાર શરૂ થયો હતો અને ત્યારથી વૈશ્વિક ફલક પર તેની અસર દેખાઈ રહી છે. ત્રણ વર્ષમાં જ, આ પ્રોજેક્ટ વડે સ્થાનિક વ્યવસાયોને આગવું સ્થાન મળ્યું છે અને Shamymu અને Ibrahim જેવા અગાઉના સ્વયંસેવકો માટે કારકિર્દીની તકો ઉઘડી છે.

વધુ જાણકારી મેળવો

તમારી પોતાની Street View છબી શેર કરો