Autoriએ સંપૂર્ણ ફીનલેન્ડમાં રસ્તાની જાળવણીમાં લાવેલી ક્રાંતિની વાત, એક સમયે સ્ટ્રીટ વ્યૂની એક જ છબી.

રસ્તાની સપાટીઓની ક્વૉલિટી, જૂની થઈ ગયેલી સાઇન અને લાઇટ વિનાની શેરીઓ વિશ્વરભરમાં ડ્રાઇવર તથા નગરપાલિકાઓ માટે સમસ્યારૂપ હોય છે. જોકે માળખાગત જાળવણીની સમસ્યાઓના ઉકેલ વિકસાવતી ફિનિશ સૉફ્ટવેર કંપની Autoriએ Google Maps Street View વડે છેક શેરીઓના સ્તર સુધીનો ડેટા વધુ કાર્યક્ષમતાથી એકત્ર કરવાનો તથા તેનું વિશ્લેષણ કરવાનો માર્ગ શોધી લીધો છે.

40,000 કિમી

ફોટોગ્રાફ લીધો

8 મિલિયન

પ્રકાશિત થયેલી છબીઓ

50 મિલિયન

જોવાયાની સંખ્યા

રસ્તાનો ડેટા

20

પ્રોજેક્ટ કૅપ્ચર કરવા

ફીનલેન્ડમાં રસ્તાની જાળવણી સુવ્યવસ્થિત બનાવવી

1988માં સ્થપાયેલી Autori, ફીનલૅન્ડના માર્ગ અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ત્રીજા પક્ષના સલાહકારોને પરિસ્થિતિના મેનેજમેન્ટ, કાર્યના આયોજન તથા જાળવણીમાં સંકલન બાબતે સૉફ્ટવેર એઝ અ સર્વિસ (SaaS) સ્વરૂપે સમસ્યાના ઉકેલ પ્રદાન કરે છે. આખા દેશમાં રસ્તાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં અઢળક સમય અને નાણાં ખર્ચાય છે, પરંતુ અન્ય કંપનીને ખૂબ ખર્ચાળ લાગતી બાબતમાં Autoriને અનન્ય તક દેખાઈ. તેમની પોતાની Street View છબીઓ અને SaaS ઉકેલનો ઉપયોગ કરીને, તેઓએ ફીનલૅન્ડમાં રસ્તાની માળખાગત જાળવણી માટેના ડેટા અને નિર્ણય પ્રક્રિયાના બહેતર મેનેજમેન્ટ માટેનું ટૂલ વિકસાવ્યું છે.

ઝડપ અને ડેટા શેર કરવાની જરૂરિયાત

અગાઉ, માર્ગ અધિકારીઓએ, જે-તે લોકેશન પર શું કામ કરવું જરૂરી છે તે જાણવા માટે દરેક રોડની પ્રત્યક્ષ મુલાકાત લેવી પડતી. એટલે કે હજારો કિલોમીટરની મુસાફરી અને નોંધ લેવા માટે અનેક સ્થળે અટકવું. આનાથી પર્યાવરણને તો નુકસાન થાય જ, સાથે-સાથે આ ઘણું ખર્ચાળ છે, તેમાં અનેક સંસાધનનો વપરાશ થાય તેમજ ઘણો સમય વેડફાય છે. આમ, ડિજિટલ અને પર્યાવરણ માટે વધુ અનુકૂળ ઉકેલ મેળવવાની જરૂરિયાતને કારણે Autoriએ કંઈક અલગ જ ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો. અને શેરીના સ્તર સુધીનો સૌથી પહેલો વિઝ્યુઅલ ઉકેલ જે નજરે ચડ્યો તે હતો Street View.

 

રસ્તાની જાળવણી માટે વિવિધ પક્ષો સાથે, ખૂબ મોટા પ્રમાણમાં વારંવાર ડેટા શેર કરવો જરૂરી બને છે. વપરાશકર્તાઓ વચ્ચે માહિતી શેર કરવાનું વધુ સરળ બનાવવા માટે જરૂરી બધા જ ટૂલ Street View ધરાવે છે - તે સ્માર્ટફોન ધરાવતી દરેક વ્યક્તિને ઉપલબ્ધ છે અને તેને માટે કોઈ લૉગ ઇન કરવું કે સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરવું જરૂરી નથી. વળી, અગાઉ પણ રસ્તાની જાળવણી માટે Street Viewનો ઉપયોગ થયો હોવા છતાં, ડેટાને અપ ટૂ ડેટ રાખવા એ એક મોટો પડકાર હતો. Street Viewનું રસ્તાની જાળવણી માટેના અમારા સૉફ્ટવેર સાથે સંકલન કરીને તે સમસ્યાનો ઉકેલ લાવવાની તક અમને દેખાઈ.

-

Ari Immonen, Autoriમાં ડિજિટલાઇઝેશન કન્સલ્ટિંગ વિભાગના ઉપરી

 

Google Street View Autori ફીનલૅન્ડના રસ્તાનું નકશા પર આલેખન કરે છે

ઑનલાઇન અને ઑફલાઇન માર્ગ સલામતીનો સુમેળ

2017ની શરૂઆતમાં, Autoriએ ફીનલૅન્ડમાં રાજમાર્ગોની 360 છબીઓ લઈ અપલોડ કરવાનું શરૂ કર્યું અને છબીઓ પબ્લિશ કરવા માટે તેમની કંપનીના Google એકાઉન્ટનો ઉપયોગ કર્યો. ત્યારથી તેમણે 40,000 કિમીના રાજમાર્ગો આવરી લીધા છે અને 80 લાખ છબીઓ અપલોડ કરી છે, જે વડે રસ્તાની જાળવણીના મેનેજમેન્ટને ઑનલાઇન બનાવી દીધું છે. સ્ટ્રીટ વ્યૂનું તેમના SaaS ઉકેલો સાથે સંકલન કરીને, તેમણે માર્ગ અધિકારીઓ માટે રસ્તાને લગતી અપ-ટુ-ડેટ માહિતી દૂરથી ઍક્સેસ કરવી શક્ય બનાવી છે.

Autoriએ સ્ટ્રીટ વ્યૂ પર પબ્લિશ કરેલી છબીઓને કારણે, રસ્તા પરની નીકળી ગયેલી સાઇન, ચિહ્નો અથવા ખાડાના રિપોર્ટ અપલોડ અને ટૅગ કરી શકાય છે જેથી સંબંધિત પક્ષો તેમની ઑફિસમાંથી જ Autoriના ડૅશબોર્ડ મારફત તેની તપાસ કરી શકે. Autori કસ્ટમ કરી શકાય તેવો ઉકેલ પ્રદાન કરે છે, જેથી કોન્ટ્રાક્ટર એક જ સ્થાનેથી જાળવણી સંબંધિત કામને ટ્રૅક કરી શકે છે અને તેનો પ્લાન બનાવી શકે છે. જાળવણી કામ પૂરું થયે, રસ્તાને અપ-ટુ-ડેટ રાખવા માટે કામદારો દ્વારા જે-તે વિસ્તારની નવી 360⁰ છબીઓ લેવાય છે અને અપલોડ કરાય છે. આને કારણે તપાસ માટે સાઇટ પર પ્રત્યક્ષ જવાની જરૂરિયાત ઘટી ગઈ છે - જેથી સમય અને નાણાં બચે છે તેમજ ગ્રીનહાઉસ ગૅસનો ફેલાવો ઘટે છે.

બધા જ સ્થળે માર્ગ સલામતીમાં ક્રાંતિ લાવવી

Street View થકી Autori ફીનલૅન્ડમાં માર્ગ અધિકારીઓ સાથે વધુ સારી રીતે માહિતી શેર કરી શકે છે અને તેમને પરિસ્થિતિ બાબતે સજાગ રાખી શકે છે, જેને કારણે ખર્ચ ઘટાડવામાં અને કાર્યક્ષમતા વધારવામાં સહાય મળી છે. સંપૂર્ણ વિશ્વમાં આની હકારાત્મક અસરની સંભાવના જોતા, Autori ભવિષ્યમાં રસ્તાનો ડેટા એકત્ર અને શેર કરવા માટે એક સ્ટાન્ડર્ડ મૉડલ વિકસાવવાની દિશામાં હવે કાર્યરત છે. સાયકલથી અને પગપાળા જવાના 1,000 કિમીના માર્ગોના ફોટોગ્રાફ લઈને, તેમણે સ્થાનિક રહેવાસીઓને તેમની કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવામાં પણ સહાય કરી છે. લોકો હવે અપ-ટુ-ડેટ ડેટા ઍક્સેસ કરી શકે છે અને ટૂંકા અંતરે જવું હોય તો પર્યાવરણ માટે વધુ અનુકૂળ હોય તેવો માર્ગ લઈ શકે છે. આ ઉપરાંત, તેઓ આ ઉનાળે ફીનલૅન્ડના વધારાના 15,000 કિમીના માર્ગને પણ આવરી લેશે અને આ રીતે તેઓ દેશના લગભગ અડધા જેટલા રાજમાર્ગોના ફોટોગ્રાફ લઈ તેને Street View પર પબ્લિશ કરી ચૂક્યા હશે.

જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં વ્યવસાયો કેવી અનન્ય રીતો અપનાવીને સ્ટ્રીટ વ્યૂનો ઉપયોગ કરે છે તેનું માત્ર એક ઉદાહરણ Autoriની સફળતા થકી જાણવા મળ્યું. માત્ર ફોટા-નકશાના ટૂલથી આ કંઈક વિશેષ છે અને તે તમારા વ્યવસાય માટે પણ અનેક રીતે લાભદાયી થઈ શકે છે. સ્ટ્રીટ વ્યૂ થકી મળેલી સફળતાની તમારી સ્ટોરી લખવા સજ્જ છો?

આમાં પોસ્ટ કર્યું:

મેપિંગ અને ડિજિટાઇઝેશન

વધુ જાણકારી મેળવો

તમારી પોતાની Street View છબી શેર કરો