મહાદ્વીપથી ઘેરાયેલા દેશની ઓળખાણ - બૌધ સામ્રાજ્યની આ ભૂમિને Street View દ્વારા કેવી રીતે વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું તે જુઓ.

હિમાલયના ખોળે વસેલું ભૂટાન હંમેશાં અસંખ્ય પર્વતીય કેડીઓ, લીલીછમ ખીણો અને શાંત નદીઓથી ઘેરાયેલું હોય છે. આ જ કારણ છે કે ભૂટાનના ટુરિઝમ અને તેના સામાજિક તેમજ આર્થિક વિકાસને ગતિ આપવાના પ્રયાસ રૂપે સરકારે આ છુપાયેલા રત્નને દુનિયા સમક્ષ લાવવા Street View સાથે બાર મહિનાની એક પહેલ માટે ભાગીદારી કરી છે.

ફિલ્માંકનની મંજૂરી મળવામાં આવેલી અમુક અડચણો અને ત્યાર બાદ મળેલી મંજૂરી પછી, ટુરિઝમ કાઉન્સિલ ઑફ ભૂટાને Google સિંગાપુરના સહયોગમાં તેના ટેક્નિકલ સપોર્ટ વડે મે 2020માં આ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. Street View દ્વારા તેમને બે Ricoh Theta Vs અને એક Insta360 Pro કૅમેરા આપવામાં આવ્યા અને તેમને શરૂ કરવા તેમજ ચલાવવા માટે જરૂરી રૂબરૂ પ્રશિક્ષણ સાથે સમસ્યા નિવારણ માટેના નિયમિત સત્રો આયોજીત કરીને તેમને સપોર્ટ આપવામાં આવ્યો.

2625.86 કિલોમીટર

ફોટોગ્રાફ લીધો

2,398,285

પ્રકાશિત થયેલી છબીઓ

7.4 મીટર

વ્યૂ

ભૂટાનની સુંદરતાનું ડિજિટલ મેપિંગ

Street Viewની પહેલ અગાઉ ભૂટાન પાસે એવી કોઈ ટેક્નિકલ કુશળતા કે સાધનો ન હતા કે જેના વડે તે પોતાના સંભવિત પર્યટકો સાથે કનેક્ટ થઈ શકે, પરિણામે પર્યટકો માટે ભૂટાનની ટ્રિપનો પ્લાન કરવો જાણે એક પડકાર હતો. હવે, - બૌદ્ધ યાત્રીઓથી લઈને સંભવિત પર્યટકો - સુધીની કોઈપણ વ્યક્તિ થિમ્પુના કિલ્લેબંધીવાળા મઠો અને પુનાખાના નૈસર્ગિક ગામડાઓનો વર્ચ્યુઅલ પ્રવાસ સરળતાથી કરી શકે છે.

એક તરફ ભૂટાનને વિશ્વના દરેક ખૂણે વસતા લોકો સુધી પહોંચાડવા માટેનો સરકારનો આ મહત્ત્વપૂર્ણ પ્લાન છે, તો બીજી તરફ ભૂટાનનો ડિજિટલ પ્રવાસ એ ICTથી સક્ષમ સમાજની દિશામાં આગળ વધવા માટેનું પગલું પણ છે.

ભૂટાનનો એવો રસ્તો કે જ્યાં સૌથી વધુ મુસાફરી થઈ હોય

Street Viewના સ્માર્ટ નૅવિગેશને પર્યટકો માટે વિશ્વના અનેક જોવાલાયક સ્થળો સુધી પહોંચવાના દ્વાર ખોલ્યા છે અને સાથે જ મુસાફરોને આકર્ષક પર્યટન સ્થળો તેમજ ત્યાં પહોંચવાના વિકલ્પો પસંદ કરવાની આઝાદી આપી છે. ભૌગોલિક પરિસ્થિતિઓના રિઅલ-ટાઇમ 360 ફૂટેજ અને વર્ચ્યુઅલ ટૂરના ઍક્સેસને કારણે પર્યટકોને પ્રવાસ દરમિયાન શું અપેક્ષાઓ રાખવી અને તેના મુજબ એ સ્થાનો પર કેવી રીતે ફરવું, તે સમજવામાં સહાય મળે છે.

 

ભૂટાનના Google Street Viewના વર્ઝને આ દેશ સાથે જ સમગ્ર વિશ્વના લોકોને સહાય કરી છે. તેનો ઉપયોગ જમીનની માપણી કરનારાઓ, વ્યવસાયો, સરકારી એજન્સી, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય ઘણા લોકો દ્વારા તેમની સેવાઓને બહેતર બનાવવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે.

-

Dorji Dhradhul, ટુરિઝમ કાઉન્સિલ ઑફ ભૂટાનના ડાયરેક્ટર જનરલ

 

Street Viewમાં 500 નવા વ્યવસાયો ઉમેરાવાથી અને ભૂટાનના નકશામાં 4,000 અપડેટ થવાથી ત્યાંના રહેવાસીઓને પણ ટ્રાફિકની રિઅલ-ટાઇમ અપડેટ અને રસ્તા સંબંધિત સૂચનોથી લઈને સ્થાનિક વ્યવસાયોના વધુ પ્રચાર સુધીની બધી સુવિધાઓનો લાભ મળ્યો છે.

ભૂટાનમાં કાર પર કૅમેરા સેટ કરી રહેલા Google Street Viewમાં નકશો બનાવનારાઓ

બહેતર Street View

દુનિયાના દરેક ખૂણે પહોંચવા ઉપરાંત સરકારની Street View પહેલ, વિકાસ પરિયોજનાઓ બનાવવામાં પણ ઘણી સહાયરૂપ સાબિત થઈ છે. સદીઓથી દુનિયાની નજરથી છુપાયેલા ભૂટાનનું ફિલ્માંકન, આ ભૂપ્રદેશના અણમોલ વારસાને જાળવી રાખવાની રણનીતિની શરૂઆત છે. Street Viewના ડેટા મારફતે તેઓ રસ્તાની સ્થિતિનો તાગ મેળવી શકે છે અને જરૂરી હોય ત્યાં તેને બહેતર બનાવી શકે છે.

વધુ ને વધુ શોધકર્તાઓ દ્વારા ભૂટાન વિશે હવે શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ Street View પહેલની આ તો બસ શરૂઆત છે, કારણ કે હાલમાં ભૂટાનના માત્ર વીસ શહેર જ આવરી લેવાયા છે, જ્યારે 38,394 ચોરસ મીટરના પ્રદેશનું ફિલ્માંકન હજી બાકી છે અને સાથે જ નકશા પર નવી માળખાકીય સુવિધાઓના વિકાસની અપડેટ નિયમિત રીતે કરવાનો પ્લાન છે.

Street View વિશ્વના અનેક નાના દેશોને મોટે પાયે જોડે છે. ઇમર્સિવ છબી મારફતે આવા છુપાયેલા રત્નોને ઉજાગર કરવાથી, તે દેશની પ્રગતિમાં ક્રાંતિ લાવી શકે છે અને તેના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

વધુ જાણકારી મેળવો

તમારી પોતાની Street View છબી શેર કરો