દુરુપયોગ કરતી પદ્ધતિઓ અને સ્કૅમ બાબતે સાવચેત રહો

વિવિધ પ્રકારના સપોર્ટ અને છબી અથવા કોઈપણ પ્રકારની ડેટાની અપડેટ પ્રદાન કરતા લોકો પોતાને Googleના કર્મચારીઓ તરીકે ઓળખાવે તો તેમણે લીધેલી મુલાકાતો અથવા તેમના દ્વારા થતા સંપર્કો બાબતે કાળજી રાખો. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે ભાગીદાર કંપનીઓને Google વતી વાત કરવાનો અધિકાર નથી અને તેમણે પોતાની ઓળખ સ્વતંત્ર કરાર કરનાર તરીકે આપવી જરૂરી છે.

જ્યારે પણ Google વતી તમારો પ્રત્યક્ષ સંપર્ક કરવામાં આવે ત્યારે કૃપા કરીને તેને ધ્યાનમાં ન લો તેવી અમારી ખાસ સલાહ છે, પછી ભલે તે સંપર્ક નીચે આપેલા કિસ્સાઓમાં ઉલ્લેખિત કોઈપણ કારણે કરાયો હોય:

  • મેટ્રિકનું માપન કરવા, ડિજિટલ મીડિયા, ડિજિટલ વલણો/નવા ડિજિટલ પ્લૅટફૉર્મ અને વ્યવસાયલક્ષી નવા વલણો અંગે જાણ કરવા; મીડિયા બાબતે સલાહ આપવા, વગેરે જેવા કારણોથી Google વતી સેવાઓ/તાલીમ ઑફર કરવી;
  • Googleની સેવાઓના નિયમિત ઑપરેશન સાથે સુસંગત ન હોય તેવા વચનો આપવા, જેમ કે કોઈપણ Search, Google Street View અથવા Google Maps પર આગવી પ્લેસમેન્ટની ખાતરી આપવી;
  • ટેલિમાર્કેટિંગના સતત ફોન કૉલ અથવા Googleના પ્લૅટફૉર્મ પરથી કન્ટેન્ટ કાઢી નાખવાની ધમકી થકી કરાર કરતા પક્ષ પર દબાણ લાવવું.

અહીં એ બાબત નોંધવી જરૂરી છે કે, Google ફોટોગ્રાફર અથવા એજન્સીને નિયુક્ત કરતું નથી, પરંતુ માર્કેટિંગના ઉદ્દેશથી વિશ્વસનીય પ્રોગ્રામ આઇટમનો ઉપયોગ કરવા માટે સજ્જ હોય તેવા વિશ્વસનીય નિષ્ણાત ફોટોગ્રાફર /એજન્સી (Street View વિશ્વસનીય બૅજ ધરાવતા ફોટોગ્રાફર /એજન્સી)ની માત્ર સૂચિ આપે છે. આ ફોટોગ્રાફર /એજન્સી સ્વતંત્ર એકમોના ભાગ હોય છે અને બધી વાટાઘાટો Googleના હસ્તક્ષેપ અથવા સહભાગિતા વિના હાથ ધરાય છે. આ ફોટોગ્રાફર /એજન્સીએ Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફર સંબંધિત પૉલિસીનું પાલન કરવું જરૂરી છે.

સાવચેત રહો! Street Viewના વિશ્વસનીય નિષ્ણાત ફોટોગ્રાફર /એજન્સી આ ન કરી શકે:

  • પોતાને Googleના કર્મચારીઓ તરીકે ઓળખાવવા અથવા Google વતી સેવાઓ ઑફર કરવી;
  • તેમના વાહનો પર Street View જેવી Googleની બ્રાંડનો આઇકન, બૅજ અને / અથવા લોગો લગાડવો;
  • ડોમેન નામમાં Google, Google Maps અને Street View બ્રાંડ, વિશ્વસનીય બૅજ, અન્ય કોઈ Google ટ્રેડમાર્ક અથવા તેના જેવું કંઈ ઉમેરવું;
  • Google Street View અથવા Google Maps પર આગવી પ્લેસમેન્ટની ખાતરી આપવી;
  • સાઇન અપ કરવા અથવા તેમની એજન્સીની સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે જાહેરાતકર્તા પર દબાણ લાવવું;
  • રોકડ ચુકવણીના બદલામાં Google જાહેરાતોની કૂપન ઑફર કરવી;
  • લોકલ ગાઇડ તરીકે રેટિંગ કે રિવ્યૂ પોસ્ટ કરવા જેવી બિનપક્ષપાતી હોવાનું મનાતી અન્ય કોઈ બિન-વ્યાવસાયિક પ્રવૃત્તિ સાથે, અપાતી સેવાને સાંકળવી;
  • કોઈ પ્રોગ્રામના ઉદ્દેશથી વિવિધ સેવાઓ ઑફર કરવા માટે વિશ્વસનીય બૅજનો ઉપયોગ કરવો, જેમ કે: સ્ટોરની મુલાકાતોનું માપન કરવા માટે સાધન (બીકન) અથવા ઝુંબેશ પર્ફોર્મન્સ મેટ્રિક માપવા માટે અન્ય કોઈ ટૂલ સેટ કરવા, ડિજિટલ મીડિયા પર ટીમ તાલીમ, ડિજિટલ વલણો/નવા ડિજિટલ પ્લૅટફૉર્મ અને વ્યવસાયલક્ષી નવા વલણો અંગે જાણ કરવા; મીડિયા બાબતે સલાહ આપવા; પાયલટ પ્રોજેક્ટ વગેરે.

Street View વિશ્વસનીય પ્રોગ્રામના નિષ્ણાત ફોટોગ્રાફર /એજન્સી આ બાબતો કરી શકે:

  • તેઓ ઑફર કરે છે તે સેવાઓ માટે શુલ્ક લેવું;
  • તેમની કંપનીના વાહન પર તેમની પોતાની બ્રાંડ અને લોગો દર્શાવવા;
  • તેમની વ્યવસાય પ્રોફાઇલ પર વિશ્વસનીય બૅજનો ઉપયોગ કરવો;
  • વેબસાઇટ, પ્રસ્તુતિઓ, કંપનીનો પોશાક અને પ્રિન્ટ કરેલી વેચાણ સામગ્રી પર વિશ્વસનીય બૅજ તથા બ્રાંડના તત્ત્વોનો ઉપયોગ કરવો.

તમે આ ફોર્મ ભરીને પ્રમાણિત Street View વિશ્વસનીય ફોટોગ્રાફર સાથેની સમસ્યાઓ અંગે સંદેશાવ્યવહાર કરી શકો અને તેની જાણ કરી શકો છો.

અમારા માટે વપરાશકર્તાની સલામતી ઘણી મહત્ત્વની બાબત છે. તે કારણસર અમે Google બ્રાંડ અને તેના પ્લૅટફૉર્મના ઉપયોગ પર નિયંત્રણ રાખીએ છીએ. કોઈપણ એકમને નીચે જણાવેલી બાબતોનો અધિકાર નથી:

  • કંપનીના વાહનો પર Street Viewનું આઇકન, બૅજ અને/અથવા લોગો જેવી Googleની બ્રાંડનો ઉપયોગ કરવાનો;
  • ડોમેન નામમાં Google બ્રાંડ, Google Maps અને Street View, વિશ્વસનીય નિષ્ણાત ફોટોગ્રાફર /એજન્સીની વિશિષ્ટતા અથવા અન્ય કોઈ Google ટ્રેડમાર્ક અથવા તેના જેવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો;
  • પોશાકની વસ્તુઓ (યુનિફોર્મ, વગેરે) પર Google બ્રાંડ, Google Maps અને Street View અથવા અન્ય કોઈ Google ટ્રેડમાર્ક અથવા તેના જેવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો;
  • તેમની Google Business Profile પર Google, Google Maps અને Street View બ્રાંડ અથવા અન્ય કોઈ Google ટ્રેડમાર્ક અથવા તેના જેવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો;
  • કોઈ ખાસ પ્રોડક્ટ અથવા સેવાને Googleનું સમર્થન હોવાનું સૂચવાય તે રીતે કોઈપણ Google ટ્રેડમાર્ક અથવા વિશ્વસનીય બૅજનો ઉપયોગ કરવાનો.