Google પર તમારી પ્રાઇવસી

આ એ સ્થાન છે કે જ્યાંથી તમે પ્રાઇવસી વિશે અમને સૌથી વધુ પૂછાતા કેટલાક પ્રશ્નોના જવાબો મેળવી શકો છો, જેમ કે ડેટા શું હોય છે? જો તમે વધુ કંઈ જાણવા માગતા હો, તો પ્રાઇવસી પૉલિસી પર પણ એક નજર કરો.

તમારું સ્થાન

વિષય પર જાઓ

Google પર શેરિંગ સુવિધા

વિષય પર જાઓ

ડેટા અને મનગમતું બનાવવાની સુવિધા

વિષય પર જાઓ

આ તમારા નિયંત્રણમાં છે

વિષય પર જાઓ

તમારું સ્થાન

શું Googleને મારા સ્થાનની જાણકારી હોય છે?

તમે જ્યારે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરો ત્યારે તમે આશરે કયા સ્થાન પર છો, એ વાતનું અનુમાન ઍપ અને સાઇટ લગાવી શકે છે અને આ જ વાત Google પર પણ લાગુ થાય છે. તમારા ડિવાઇસ સેટિંગના આધારે Google તમારું ચોક્કસ સ્થાન પણ જાણી શકે છે. (મારા સ્થાનની માહિતી કેટલી સચોટ હોય છે? જુઓ)

જ્યારે તમે Search, Maps અથવા Google Assistant વડે Google પર કંઈક શોધો, ત્યારે તમને વધુ ઉપયોગી પરિણામો આપવા માટે તમારા વર્તમાન સ્થાનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે 'રેસ્ટોરન્ટ' શોધતા હો, તો શક્ય છે કે તમે જે સ્થાન પર છો, તેની આસપાસના રેસ્ટોરન્ટ વિશેના પરિણામો સૌથી વધુ ઉપયોગી રહેશે.

તમે તમારું સ્થાન કેવી રીતે મેનેજ કરી શકો છો જુઓ

હું સ્થાનની માહિતી ચાલુ કે બંધ કેવી રીતે કરી શકું?

જ્યારે તમે Google પર કંઈક શોધો, ત્યારે Google હંમેશાં જે સ્થાન પરથી તમે શોધી રહ્યાં હો, તેના સામાન્ય વિસ્તારનું અનુમાન લગાવશે. તમે ઉપયોગ કરતા હો, એવી ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરેલી અન્ય કોઈપણ ઍપ અથવા વેબસાઇટની જેમ Google પણ તમારા ડિવાઇસના IP ઍડ્રેસના આધારે તમારા સ્થાનનું અનુમાન લગાવી શકે છે. વધુ માહિતી માટે, હું ક્યાં છું તેની જાણ Googleને કેવી રીતે થાય છે? જુઓ.

તમે Googleનો ઉપયોગ કરતા હો, ત્યારે તમારું ચોક્કસ સ્થાન મોકલવું કે નહીં તે પસંદ કરવા તમે અલગ-અલગ ઍપ, સાઇટ અને તમારા ડિવાઇસ માટે સ્થાનની પરવાનગીઓ ચાલુ કે બંધ કરી શકો છો.

જો તમે તમારા ઘરનું કે ઑફિસનું સરનામું સેટ કર્યું હોય અને Google અનુમાન લગાવે કે તમે ઘરે અથવા ઑફિસે છો, તો એ ચોક્કસ સરનામાનો ઉપયોગ તમારી શોધ માટે કરવામાં આવશે.

મારા સ્થાનની માહિતી કેટલી સચોટ હોય છે?

તમારો સામાન્ય વિસ્તાર

જ્યારે તમે Google પર કંઈક શોધો, ત્યારે Google હંમેશાં જે સ્થાન પરથી તમે શોધી રહ્યાં હો, તેના સામાન્ય વિસ્તારનું અનુમાન લગાવશે. આ રીતે Google તમને સુસંગત પરિણામો આપી શકે છે અને નવા શહેરમાંથી સાઇન ઇન કરવા જેવી અસામાન્ય પ્રવૃત્તિની ભાળ મેળવીને તમારા એકાઉન્ટને સલામત રાખે છે.

સામાન્ય વિસ્તાર 3 ચોરસ કિમી કરતાં વધુ મોટો હોય છે અને તેમાં ઓછામાં ઓછા 1,000 વપરાશકર્તાઓ હોય છે, તેથી તમે જે સામાન્ય વિસ્તારમાંથી શોધ કરી રહ્યાં હો, તેના પરથી તમને ઓળખી શકાતા નથી, પરિણામે તમારી પ્રાઇવસીને સુરક્ષિત રાખવામાં સહાય મળે છે.

તમારું ચોક્કસ સ્થાન

જો તમે તમારી તરફથી પરવાનગી આપો, તો Google તમારા ચોક્કસ સ્થાનનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, “મારી નજીકમાં આવેલા આઇસક્રીમના સ્ટોર” અથવા કોઈ સ્ટોર સુધી ચાલતાં જવા માટેના વારા ફરતી દિશાનિર્દેશો જેવા સૌથી સુસંગત શોધ પરિણામો પરત કરવા માટે Googleને તમારા ચોક્કસ સ્થાનની જરૂર હોય છે.

ચોક્કસ સ્થાન એટલે એવા સચોટ સ્થાનની માહિતી કે જ્યાં તમે હાજર હો, જેમ કે કોઈ સ્થાનનું ચોક્કસ સરનામું.

Googleને મારા સ્થાનની કેવી રીતે ખબર પડે છે?

તમારા સ્થાનની માહિતી અલગ-અલગ સૉર્સ તરફથી આવે છે, તે બધી માહિતીનો ઉપયોગ તમે ક્યાં છો તેનું અનુમાન લગાવવા માટે કરવામાં આવે છે.

તમારા ડિવાઇસનું IP ઍડ્રેસ

IP ઍડ્રેસ ફોન નંબરના વિસ્તારના કોડની જેમ મોટે ભાગે ભૌગોલિક સ્થાન પર આધારિત હોય છે. આનો અર્થ થાય છે કે તમે google.com સહિત જે કોઈ ઍપ કે વેબસાઇટનો ઉપયોગ કરતા હો, તે તમારા IP ઍડ્રેસને કારણે તમે જે સ્થાન પર હો તેના સામાન્ય વિસ્તારનું અનુમાન લગાવી શકે છે. તમારા ડિવાઇસનું IP ઍડ્રેસ તમારી ઇન્ટરનેટ સેવા આપનાર કંપની દ્વારા તમારા ડિવાઇસને આપવામાં આવે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તે જરૂરી હોય છે.

તમારા ડિવાઇસનું સ્થાન

જો તમે Googleની ઍપ કે સાઇટને તમારા ડિવાઇસના સ્થાનની માહિતીનો ઉપયોગ કરવાની પરવાનગી આપો, તો તમે ક્યાં છો તે સમજવામાં સહાય માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. લગભગ બધા ડિવાઇસની ઑપરેટિંગ સિસ્ટમમાં સ્થાન સેટિંગ હોય છે, સામાન્ય રીતે તે સેટિંગમાં જોવા મળે છે.

Google પર તમારી પ્રવૃત્તિ

Google પર અગાઉની તમારી શોધના આધારે, તમે જે સ્થાન પર હો તેના સામાન્ય વિસ્તારનું અનુમાન Google લગાવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે વારંવાર મુંબઈમાં પિઝાની શોધ કરતા હો, તો શક્ય છે કે તમે મુંબઈના પરિણામો જ જોવા માગો છો.

તમારા લેબલ કરેલા સ્થાનો

જો તમે તમારા ઘરનું કે ઑફિસનું સરનામું સેટ કરો, તો તમે ક્યાં છો તેનું અનુમાન લગાવવા માટે Google તેનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘરનું સરનામું સેટ કરો અને તમારું IP ઍડ્રેસ, અગાઉની પ્રવૃત્તિ અથવા સ્થાનની માહિતી માટેના અન્ય સૉર્સ પરથી એવું સૂચન મળે કે તમે તમારા ઘરની પાસે ક્યાંક હોઈ શકો છો, તો પછી તમે જે સ્થાન પર હો, તેના અનુમાન તરીકે અમે તમારા ઘરના સ્થાનની માહિતીનો ઉપયોગ કરીશું.

મારું સ્થાન કોણ જોઈ શકે છે?

એ તમારા પર નિર્ભર હોય છે. જો તમે Google સ્થાન શેરિંગ સુવિધાનો ઉપયોગ કરતા હો, તો તમે Googleની બધી ઍપ અને સાઇટ પરના તમારા મિત્રો અને કુટુંબના સભ્યો સાથે તમારું રીયલ ટાઇમ સ્થાન શેર કરી શકો છો.

તમે તમારું સ્થાન શેર કરી રહ્યાં છો કે કેમ તે ચેક કરો

ડિફૉલ્ટ તરીકે સ્થાન શેરિંગની સુવિધા બંધ હોય છે. જો તમે તમારું રીયલ ટાઇમ સ્થાન શેર કરવા માગતા હો, તો તમારે એ પસંદ કરવું અને કન્ફર્મ કરવું જરૂરી છે કે તમે તે કોની સાથે અને કેટલા સમય સુધી શેર કરવા માગો છો. તમે કોઈપણ સમયે તમારા સ્થાનની માહિતી શેર કરવાનું રોકી શકો છો.

અન્ય લોકો સાથે તમારી રીયલ ટાઇમ સ્થાન શેરિંગની સેવા જુઓ.

ડેટા અને મનગમતું બનાવવાની સુવિધા

Google મારા વિશે કયો ડેટા એકત્રિત કરી શકે છે?

જ્યારે તમે Googleની ઍપ અને સાઇટનો ઉપયોગ કરો, ત્યારે તેમની સેવાઓ તમને પ્રદાન કરવા, તેમને તમારા માટે વધુ ઉપયોગી બનાવવા અને Google શા માટે ડેટા એકત્રિત કરે છે?માં જણાવ્યા મુજબના અન્ય ઘણા કારણોસર અમને જોઈતી માહિતી અમે એકત્રિત કરીએ છીએ.

અમે એકત્રિત કરીએ છીએ તે ડેટા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેને તમે તમારા સેટિંગ વડે મર્યાદિત કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઇચ્છતા ન હો કે અમે તમારો YouTube ઇતિહાસ તમારા Google એકાઉન્ટમાં સાચવીએ, તો તમે YouTube ઇતિહાસ બંધ કરી શકો છો. Google શું સાચવે છે તે હું કેવી રીતે નક્કી કરી શકું? જુઓ

ડેટા શું હોય છે?

તમારી વ્યક્તિગત માહિતીમાં વ્યક્તિગત રીતે તમારી ઓળખાણ કરાવે એવી તમારા દ્વારા અમને પ્રદાન કરવામાં આવતી વસ્તુઓ શામેલ હોય છે, જેમ કે તમારું નામ અને ઇમેઇલ ઍડ્રેસ. તેમાં Google દ્વારા તમારી સાથે વાજબી રીતે લિંક કરી શકાય તેવો અન્ય ડેટા પણ શામેલ હોય છે, જેમ કે અમે તમારી સાથે તમારા Google એકાઉન્ટમાં સાંકળીએ છીએ તે માહિતી.

તમારી વ્યક્તિગત માહિતીમાં બે પ્રકારની વસ્તુઓ શામેલ હોય છે:

તમે પ્રદાન કરો છો અથવા બનાવો છો, તેવી વસ્તુઓ

જ્યારે તમે Google એકાઉન્ટ બનાવો છો, ત્યારે તમે અમને તમારું નામ અને પાસવર્ડ જેવી વ્યક્તિગત માહિતી પ્રદાન કરો છો.

તમે જે કન્ટેન્ટ બનાવો, અપલોડ કરો અથવા અન્ય લોકો તરફથી પ્રાપ્ત કરો છો તેને સાચવી પણ શકો છો, જેમ કે ઇમેઇલ સંદેશા અને ફોટા.

Google પર તમે કરો છો તે વસ્તુઓ

અમે અમારી સેવાઓમાંની તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમાં બહેતર અનુભવ આપવા માટે તમે શોધતા હો તે શબ્દો અને તમે જોતા હો તે વીડિયો, જેમની સાથે તમે સંદેશવ્યવહાર કરતા હો કે કન્ટેન્ટ શેર કરતા હો એવો લોકો તેમજ Chromeના બ્રાઉઝિંગ ઇતિહાસ જેવી વસ્તુઓ શામેલ હોઈ શકે છે.

Googleની સેવાઓના ઍક્સેસ માટે તમે ઉપયોગમાં લો છો તે ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસ વિશેની માહિતી અમે એકત્રિત કરીએ છીએ, જે તમારી બૅટરી ઓછી થાય તો તમારી સ્ક્રીનને ઝાંખી કરવા જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં અમને સહાય કરે છે.

તમે જ્યારે વારા ફરતી દિશાનિર્દેશો મેળવવા જેવી સુવિધાઓનો ઉપયોગ કરો, ત્યારે અમે તમારા સ્થાનની માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ. વધુ માહિતી માટે, સ્થાન વિભાગ જુઓ.

Google ડેટા શા માટે એકત્રિત કરે છે?

અમારી સેવાઓ પ્રદાન કરવા, તેમને તમારા માટે વધુ ઉપયોગી બનાવવા અને અમારી ડેટાનો ઉપયોગ કરવાની રીતોમાં જણાવ્યા મુજબના અન્ય ઘણા કારણોસર અમને જોઈતી માહિતી અમે એકત્રિત કરીએ છીએ.

ઉદાહરણ તરીકે, Google Maps ટ્રાફિકને ટાળવામાં તમારી સહાય કરીને તમે જ્યાં જઈ રહ્યાં છો તે સ્થાન સુધી પહોંચાડી શકે છે, કારણ કે તે તમે જ્યાં હો તે સ્થાનની માહિતી (તમારા ડેટા)ને સાર્વજનિક ડેટા (નકશા અને સાર્વજનિક સ્થાનો વિશેની માહિતી) સાથે એકત્રિત કરે છે.

ડેટાનો ઉપયોગ કરવાની અમારી રીતો

અમારી સેવાઓ પ્રદાન કરવા માટે

અમે પરિણામો પરત કરવા માટે તમારા શોધ શબ્દો પર પ્રક્રિયા કરવા જેવી અમારી સેવાઓ પ્રદાન કરવા ડેટાનો ઉપયોગ કરીએ છીએ.

અમારી સેવાઓ જાળવી રાખવા અને તેમને બહેતર બનાવવા માટે

અમારી સેવાઓ જાળવવા અને તેમને બહેતર બનાવવામાં ડેટા અમારી સહાય કરે છે. ઉદાહરણ તરીકે, અમે અવરોધોને ટ્રૅક કરી શકીએ છીએ. અને એ સમજી શકીએ છીએ કે કયા શોધ શબ્દોની સૌથી વધુ વાર ખોટી જોડણી થઈ છે, જે અમને અમારી બધી સેવાઓમાં વપરાતી જોડણી તપાસવાની સુવિધાઓને બહેતર બનાવવામાં સહાય કરે છે.

નવી સેવાઓ ડેવલપ કરવા માટે

નવી સેવાઓ ડેવલપ કરવામાં ડેટા અમારી સહાય કરે છે. ઉદાહરણ તરીકે, લોકો Googleની પ્રથમ ફોટો ઍપ, Picasaમાં તેમના ફોટા કેવી રીતે ગોઠવે છે તે સમજવા, જે Google Photosને ડિઝાઇન કરવા અને લૉન્ચ કરવામાં અમારી સહાય કરે છે.

કન્ટેન્ટ અને જાહેરાતો સહિત, મનગમતી બનાવેલી સેવાઓ પ્રદાન કરવા માટે

અમે મનગમતું બનાવેલું કન્ટેન્ટ પ્રદાન કરવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, ઉદાહરણ તરીકે, તમને પસંદ આવી શકે એવા વીડિયોના સુઝાવો આપવા. તમારા સેટિંગ અને તમે કેટલી ઉંમરના છો, તેના આધારે અમે તમને તમારી રુચિઓ અનુસાર મનગમતી બનાવેલી જાહેરાતો બતાવી શકીએ છીએ.

કાર્યપ્રદર્શન માપવા માટે

કાર્યપ્રદર્શન માપવા અને અમારી સેવાઓનો વપરાશ કેવી રીતે થાય છે તે સમજવા માટે પણ અમે ડેટાનો ઉપયોગ કરીએ છીએ

તમારી સાથે સંદેશવ્યવહાર કરવા માટે

જો અમને શંકાસ્પદ પ્રવૃત્તિની ભાળ મળે, તો તમને નોટિફિકેશન મોકલવા માટે અમે તમારા ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરી શકીએ છીએ

Google, અમારા વપરાશકર્તાઓ અને લોકોનું રક્ષણ કરવા માટે

અમે લોકોને ઑનલાઇન વધુ સલામત રાખવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે કપટની ભાળ મેળવવા અને તેને અટકાવવા

વસ્તુઓને મનગમતી બનાવવા માટે Google ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?

“મનગમતું બનાવવાની સુવિધા” એટલે તમારા માટે અમારી ઍપ અને સાઇટને તમારી પસંદ અનુરૂપ બનાવવા માટે અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ કરવો, ઉદાહરણ તરીકે:

  • તમને પસંદ આવી શકે એવા વીડિયોના સુઝાવો આપવા
  • Googleની ઍપ અને સાઇટ (સુરક્ષા તપાસ જુઓ)નો ઉપયોગ કરવાની તમારી રીતને અનુરૂપ સુરક્ષા ટિપ

સેટિંગ બંધ હોય અથવા જાહેરાતો ચોક્કસ વયમર્યાદાવાળી હોય, તો એવા કિસ્સાઓને બાદ કરતા અમે જાહેરાતોને મનગમતી બનાવવા માટે પણ ડેટાનો ઉપયોગ કરીએ છીએ.

શું હું જોઉં છું તે જાહેરાતોને Google મનગમતી બનાવે છે?

અમે તમને જે જાહેરાતો બતાવીએ છીએ તે તમારા માટે શક્ય તેટલી વધુ ઉપયોગી બનાવવાનો અમારો પ્રયાસ હોય છે. પરંતુ અમે ચોક્કસ વયમર્યાદાવાળા લોકો માટે અથવા તો એવા લોકો કે જેમણે રુચિ મુજબ જાહેરાતનું સેટિંગ બંધ રાખ્યું હોય, તેમના માટે જાહેરાતોને મનગમતી બનાવતા નથી.

જોકે જાહેરાતોને મનગમતી બનાવ્યા વિના પણ અમે તેમને ઉપયોગી બનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે “નવા પગરખાં”ના પરિણામોવાળું પેજ જોઈ રહ્યાં હો, તો તમને સ્નીકર કંપનીની જાહેરાત દેખાઈ શકે છે. આ જાહેરાત દિવસના સમય, તમારું સામાન્ય સ્થાન અને તમે જે પેજ જોઈ રહ્યાં છો, તેના કન્ટેન્ટ જેવા સામાન્ય પરિબળો પર આધારિત હોઈ શકે છે.

આ તમારા નિયંત્રણમાં છે

Google મારા એકાઉન્ટમાં શું સાચવે તે હું કેવી રીતે નક્કી કરી શકું?

તમે Photos જેવી Googleની સેવાઓનો ઉપયોગ કરો, ત્યારે તેમાં એવા સેટિંગ હોય છે, જે તમને કેટલીક વસ્તુઓ નક્કી કરવા દે છે, જેમ કે તમે તમારા ફોટાનું બૅકઅપ લેવા અને તેમને સિંક કરવા માગો છો કે નહીં.

તેમાં એવા પણ સેટિંગ હોય છે, જે Googleની બધી ઍપ અને સાઇટમાં તમારો અનુભવ મનગમતો બનાવવામાં સહાય કરે છે. આમાં વેબ અને ઍપ પ્રવૃત્તિ તેમ જ YouTube ઇતિહાસ એ બે મુખ્ય સેટિંગ હોય છે.

જ્યારે આ નિયંત્રણો ચાલુ હોય ત્યારે:

  • Googleની ઍપ અને સાઇટ પરની તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવે છે અને
  • સાચવવામાં આવેલી આ માહિતીનો ઉપયોગ Googleની સેવાઓમાં તમારો અનુભવ મનગમતો બનાવવા માટે કરવામાં આવે છે

વેબ અને ઍપ પ્રવૃત્તિ

Search અને Maps જેવી Googleની સાઇટ અને ઍપ પરની તમારી પ્રવૃત્તિ સાચવે છે અને સ્થાન જેવી સંકળાયેલી માહિતી શામેલ કરે છે. તે સિંક કરેલો Chrome ઇતિહાસ અને Googleની સેવાઓનો ઉપયોગ કરતી સાઇટ, ઍપ અને ડિવાઇસ પરની પ્રવૃત્તિ પણ સાચવે છે.

તમને ઝડપી શોધ, વધુ સારા સુઝાવો અને Maps, Search તેમજ Googleની અન્ય સેવાઓમાં વધુ મનગમતો બનાવેલો અનુભવ આપવા માટે, તમારી પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે.

YouTube ઇતિહાસ

તમે જ્યારે YouTubeનો ઉપયોગ કરો છો, ત્યારે તમે જુઓ છો તે વીડિયો અને તમે શોધો છો તે વસ્તુઓ સાચવે છે.

તમારા YouTube અનુભવ અને અન્ય ઍપને મનગમતી બનાવવા માટે તમારા YouTube ઇતિહાસનો ઉપયોગ કરે છે, જેમ કે તમારા શોધ પરિણામો.

હું મારી પ્રવૃત્તિનો ડેટા કેવી રીતે ડિલીટ કરી શકું?

તમે તમારા Google એકાઉન્ટમાં સાચવેલો ડેટા ડિલીટ કરી શકો છો. તમે કાયમી રીતે ડિલીટ કરવા માટે પસંદ કરો છો, તે ડેટાને અમારી સિસ્ટમમાંથી કાઢી નાખવામાં આવે છે. આ ડેટા અમારા સર્વરમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે અથવા તે તમારી સાથે સંકળાયેલો ન રહે, માત્ર એવા પ્રકારે રહે તેની ખાતરી કરવા માટેની પ્રક્રિયા અમે કાળજીપૂર્વક અનુસરીએ છીએ.

તમારા Google એકાઉન્ટમાં સાચવેલી પ્રવૃત્તિનો રિવ્યૂ કરવા માટે મારી પ્રવૃત્તિની મુલાકાત લો, જેમ કે તમે શોધેલી, વાંચેલી અને જોયેલી વસ્તુઓ. તમે ચોક્કસ સમય શ્રેણીમાં પ્રવૃત્તિના વિશેષ ભાગ અથવા તમારી સંપૂર્ણ પ્રવૃત્તિને ડિલીટ કરી શકો છો.

તમે તમારી પ્રવૃત્તિને ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાનું પણ પસંદ કરી શકો છો.

હું મારું કન્ટેન્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકું?

તમારા કન્ટેન્ટમાં ઇમેઇલ, ફોટા, વીડિયો, દસ્તાવેજો, શીટ, કૉમેન્ટ, સંપર્કો અને કૅલેન્ડરની ઇવેન્ટ જેવી વસ્તુઓ શામેલ હોય છે.

તમારા કન્ટેન્ટનું બૅકઅપ લેવા અથવા જો તમે અન્ય કોઈ સેવા અજમાવવા માગતા હો તો તેને બીજી કંપનીને ઉપલબ્ધ કરાવવા માટે તેનો આર્કાઇવ બનાવવા તમારો ડેટા ડાઉનલોડ કરોની મુલાકાત લો.

જ્યારે મેં સાઇન આઉટ કર્યું હોય ત્યારે મારી પાસે કયા નિયંત્રણો હોય છે?

તમારી પાસે એવા નિયંત્રણો હોય છે જે તમે સાઇન આઉટ થઈ જાઓ ત્યારે પણ તમને Googleનો ઉપયોગ કેવી રીતે કરવો તે પસંદ કરવા દે છે. તમે સાઇન આઉટ થઈ જાઓ ત્યારે આ સેટિંગમાં ફેરફાર કરવા માટે, g.co/privacytoolsની મુલાકાત લો:

શોધને કસ્ટમાઇઝ કરવાની સુવિધા

વધુ સુસંગત પરિણામો અને સુઝાવો માટે આ બ્રાઉઝરમાંથી તમારી Google શોધનો ઉપયોગ કરે છે.

YouTube શોધ અને જોવાયાનો ઇતિહાસ

YouTubeને તમારા માટે મનગમતું બનાવવા માટે, YouTube પરની તમારી પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે, જેમ કે તમે જોતા હો તે વીડિયો અને તમે શોધતા હો તે વસ્તુઓ.

તમે તમારા બ્રાઉઝરમાંની કેટલીક અથવા તમામ કુકી બ્લૉક પણ કરી શકો છો, પરંતુ તેને કારણે સમગ્ર વેબ પર અમુક સુવિધાઓ કામ કરતી બંધ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે સાઇન ઇન કરવા માગતા હો, ત્યારે ઘણી વેબસાઇટ માટે કુકી ચાલુ હોવી આવશ્યક હોય છે.

સાઇન આઉટ કરેલું હોય એવા વપરાશકર્તાઓ પણ તેમને મનગમતી બનાવેલી જાહેરાતો જોવી છે કે નહીં, તે પસંદ કરી શકે છે, જોકે અમે ચોક્કસ વયમર્યાદાવાળા લોકો માટે જાહેરાતોને મનગમતી બનાવતા નથી.