Google તમારી આસપાસની દુનિયાને શોધવામાં તમારી સહાય કરવા માટે સમર્પિત છે. અમારા પ્લૅટફૉર્મ પરની Imageryનો હેતુ, નજીકના અને વિશ્વભરના સ્થાનો પ્રીવ્યૂ અને શોધખોળ કરવામાં તમારી સહાય કરીને તમને વધુ સારો અનુભવ પ્રદાન કરવાનો છે. છબી ઉપયોગી છે તેમજ અમારા વપરાશકર્તાઓ વિશ્વમાં જેની શોધખોળ કરી રહ્યાં હોય તે તેમને સહજ મળી રહે તેની ખાતરી કરવા અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.

સ્ટ્રીટ વ્યૂ Imageryમાં યોગદાન બાહ્ય પાર્ટી અથવા Google દ્વારા આપી શકાય છે. દરેક છબી સાથે રજૂ કરવામાં આવતા એટ્રિબ્યુશન નામ અથવા આઇકન દ્વારા તમે તફાવત જાણી શકશો. બાહ્ય પાર્ટી દ્વારા કૅપ્ચર કરવામાં આવેલી અને Google Maps પર પ્રકાશિત થયેલી Imageryની માલિકી યોગદાનકર્તાની (અથવા તેમણે સોંપેલા કોઈપણ અનુગામીની રહે છે).

આ પેજ પર Google દ્વારા યોગદાન અપાયેલી Street View છબીની પૉલિસી વિશે જણાવવામાં આવ્યું છે. વપરાશકર્તા દ્વારા યોગદાન અપાયેલી Street View છબી માટે, કૃપા કરીને Maps વપરાશકર્તા દ્વારા યોગદાન અપાયેલા કન્ટેન્ટ માટેની પૉલિસી જુઓ.

Google દ્વારા યોગદાન અપાયેલી Street View
છબી સંબંધિત પૉલિસી

Street View છબી જોનાર દરેક વ્યક્તિને હકારાત્મક, લાભદાયી અનુભવ મળી રહે તેની ખાતરી કરવામાં સહાય કરવા માટે, અમે Google દ્વારા યોગદાન અપાયેલા Street View માટે આ પૉલિસી વિકસાવી છે. આમાં અમે અનુચિત કન્ટેન્ટને કેવી રીતે હૅન્ડલ કરીએ છીએ તેમજ અમે Street View છબીને Google Maps પર પબ્લિશ કરવા માટે ઉપયોગ કરીએ છીએ તે માપદંડ વિશેની સમજ આપી છે. કૃપા કરીને સમય સમય પર પાછા ચેક કરતા રહો કારણ કે અમે અવારનવાર અમારી પૉલિસીને અપડેટ કરી શકીએ છીએ.

સ્ટ્રીટ વ્યૂ Imagery રીયલ ટાઇમની હોતી નથી

Street View છબીમાં માત્ર એ જ બતાવવામાં આવે છે કે અમારા કૅમેરા જે દિવસે જે લોકેશનથી પસાર થયા હોય ત્યારે તે જે જોઈ શક્યા હોય. ત્યાર બાદ, તેની પ્રક્રિયા કરવામાં મહિનાઓ લાગી જાય છે. એટલે કે તમે જુઓ છો તે કન્ટેન્ટ થોડા મહિનાથી માંડીને થોડા વર્ષો અગાઉનું પણ હોઈ શકે છે. અમે ઘણા વર્ષોથી કેટલાક લોકેશનની છબીનો સંગ્રહ કરતા આવ્યા છીએ, તમે એ છબીઓમાં થતા ફેરફારો પણ અમારા ટાઇમ મશીનના કાર્યમાં જોઈ શકશો.

ઝાંખા કરી રહ્યાં છીએ

જ્યારે સ્ટ્રીટ વ્યૂ Imagery Google Maps પર પ્રકાશિત કરવામાં આવે, ત્યારે લોકોની વ્યક્તિગત પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે Google અનેક પગલાં લે છે.

અમે ચહેરો અને લાઇસન્સ પ્લેટ બ્લર કરવાની અત્યાધુનિક ટેક્નોલોજી વિકસાવી છે જેની રચના Google દ્વારા યોગદાન અપાયેલી છબી અંતર્ગત Street Viewમાં ઓળખી શકાય તેવા ચહેરા અને લાઇસન્સ પ્લેટને બ્લર કરવા માટે થઈ છે. જો તમને તમારા ચહેરા અથવા લાઇસન્સ પ્લેટને વધુ બ્લર કરવાની જરૂર જણાય અથવા જો તમે એમ ઇચ્છતા હો કે અમે તમારું સમગ્ર મકાન, કાર કે શરીર બ્લર કરીએ, તો "સમસ્યાની જાણ કરો" ટૂલનો ઉપયોગ કરીને વિનંતી સબમિટ કરો.

અયોગ્ય કન્ટેન્ટ

તમે "સમસ્યાની જાણ કરો" લિંકનો ઉપયોગ કરીને અનુચિત કન્ટેન્ટની જાણ કરી શકો છો. અમે નીચે જણાવેલી બધી કૅટેગરીને અનુચિત કન્ટેન્ટ ગણીએ છીએ, સિવાય કે કન્ટેન્ટ કોઈ કલાત્મક, શૈક્ષણિક અથવા દસ્તાવેજી મૂલ્ય ધરાવતું હોય.

બૌદ્ધિક સંપદાના ઉલ્લંઘનો

બૌદ્ધિક સંપદાના ઉલ્લંઘનો

અમે કૉપિરાઇટ સહિત અન્ય કોઈ વ્યક્તિના કાનૂની હકોનું ઉલ્લંઘન કરતી છબીઓ કે અન્ય કોઈ કન્ટેન્ટને મંજૂરી આપતા નથી. વધુ માહિતી માટે અથવા DMCAની વિનંતી ફાઇલ કરવા માટે, અમારી કૉપિરાઇટ કાર્યવાહીઓનો રિવ્યૂ કરો.

અયોગ્ય જાતીય કન્ટેન્ટનું આઇકન

અયોગ્ય જાતીય કન્ટેન્ટ

અમે અયોગ્ય જાતીય કન્ટેન્ટને મંજૂરી આપતા નથી.

ગેરકાયદે, જોખમી અથવા હિંસક કન્ટેન્ટનું આઇકન

ગેરકાયદે, જોખમી અથવા હિંસક કન્ટેન્ટ

અમે ગેરકાયદેસર કહી શકાય તેવા, જોખમી કે અપરાધિક કૃત્યોનો પ્રચાર કરતા અથવા હિંસાનું વર્ણન કરતા કે અવિચારી હિંસા ધરાવતા કન્ટેન્ટને મંજૂરી આપતા નથી.

કનડગત અને ધમકીઓ ધરાવતા કન્ટેન્ટનું આઇકન

કનડગત અને ધમકીઓ

કોઈ વ્યક્તિની કનડગત કરવા, ધમકાવવા કે તેના પર હુમલો કરવા માટે Street Viewનો ઉપયોગ કરતા કન્ટેન્ટને અમે મંજૂરી આપતા નથી.

દ્વેષયુક્ત ભાષણ

દ્વેષયુક્ત ભાષણ

અમે જાતિ, પ્રાદેશિક મૂળ, ધર્મ, વિકલાંગતા, લિંગ, વય, રાષ્ટ્રીયતા, લશ્કરમાં સેવા આપ્યાનું સ્ટેટ્સ, જાતીય અભિગમ કે લિંગની ઓળખના આધારે કોઈ વ્યક્તિ અથવા ગ્રૂપની વિરુદ્ધ હિંસાનો પ્રચાર અથવા તેને અવગણતા કન્ટેન્ટને મંજૂરી આપતા નથી.

આતંકવાદ સંબંધિત કન્ટેન્ટનું આઇકન

આતંકવાદ સંબંધિત કન્ટેન્ટ

અમે આતંકવાદી સંગઠનોને ભરતી સહિતના કોઈપણ હેતુસર આ સેવાનો ઉપયોગ કરવાની પરવાનગી આપતા નથી. આતંકવાદી કૃત્યનો પ્રચાર કરતા, હિંસાને ઉશ્કેરતા અથવા આતંકવાદી હુમલાઓના વખાણ કરતા, આતંકવાદ સંબંધિત કન્ટેન્ટને પણ અમે કાઢી નાખીશું.

બાળકો માટે જોખમી કન્ટેન્ટનું આઇકન

બાળકો માટે જોખમી

Google બાળકોનું શોષણ અથવા દુરુપયોગ દર્શાવતા કન્ટેન્ટ માટે ઝીરો ટૉલરન્સ પૉલિસી ધરાવે છે. આમાં જાતીય દુરુપયોગની છબી અને બાળકોને જાતીય અર્થમાં પ્રસ્તુત કરતા તમામ કન્ટેન્ટનો સમાવેશ થાય છે. જો તમને આ રીતે બાળકોનું શોષણ કરતું હોય તેવું કોઈ પણ કન્ટેન્ટ મળે, તો કૃપા કરીને તેને ફરી શેર ન કરો કે તેના પર કૉમેન્ટ ન કરો, પછી ભલે તમારો હેતુ કન્ટેન્ટ પર Googleનું ધ્યાન દોરવાનો હોય. જો તમને ઇન્ટરનેટ પર અન્ય ક્યાંક આવું કન્ટેન્ટ મળે, તો કૃપા કરીને નેશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સ્પ્લોઇટેડ ચિલ્ડ્રન (NCMEC)નો સીધો સંપર્ક કરો.

વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી માહિતીનું આઇકન

વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી માહિતી

અમે તમારી કે અન્ય કોઈની પણ - વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી ધરાવતા ક્રેડિટ કાર્ડની વિગતો, મેડિકલ રેકોર્ડ અથવા સરકાર દ્વારા અપાયેલા ઓળખપત્ર જેવા કન્ટેન્ટની મંજૂરી આપતા નથી.